Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઉપલેટામાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા

ઉપલેટા, તા. ૧૧ : સોની બજારમાં સોની કામ કરતા બે સિંધી શખ્સો ક્રિકેટનો હારજીતનો સટ્ટો રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે જય અંબે ગોલ્ડ પાલીસ નામની દુકાનમાં દરોડો પાડતા (૧) અનિલભાઇ કિશનભાઇ બુલચંદાણી સિંધી રહે. સગુન એપાર્ટમેન્ટ (ર) જીતુભાઇ કિશનભાઇ બલચંદાણી સિંધી ઉ.વ.૩૮ રહે. દ્વારકાધીશ સોસાયટી વાળા પોતાના કબ્જા વાળી દુકાનમાં નસીબ આધારિત ક્રિકેટનો રન ફેરનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત ઉપર કમીશન કાઢી જુગાર રમી રમાડી રોકડ રૂપિયા ર૧ર૬૦-૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કિંમત રૂપિયા ૩૦,૦૦૦ તથા નંબરો લખેલ ચીઠી મળી કુલ પ૧ર૬૦-૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:46 am IST)