Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જૂનાગઢનું દંપતી સીનીયર સીટીઝન એથ્લેટીકસ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા

જૂનાગઢ : કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલીત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા ડો.સુભાષ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે સિનીયર સીટીઝન માટેની જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા યોજાયેલ.

જેમાં જૂનાગઢના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દંપતીએ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. પીજીવીસીએલ (જીઇબી)ના નિવૃત કર્મચારી ૭૨ વર્ષના દિનેશભાઇ જન્મશંકરભાઇ જોષીએ પાંચ કીમીની ઝડપી ચાલ સ્પર્ધામાં બીજો નંબર મેળવેલ છે. જયારે તેમના પત્ની ૬૫ વર્ષના શ્રીમતી તરૂબેન ડી.જોશીએ બરછીફેંક સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા થયેલ છે. આ દંપતીએ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સિનીયર સીટીઝન મંડળ અને જિલ્લા રમતગમતની કચેરી જૂનાગઢનું ગૌરવ વધારેલ છે.(૪૫.૬)

(11:45 am IST)