Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

૪.૫ ડિગ્રી ઠંડીથી ગિરનાર ટાઢોબોળ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ સાથે ગિરનાર પર્વત ઉપર ૪.પ ડિગ્રી કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાઇ રહયા છે.

જો કે મોડી રાત્રીનાં અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર બાદ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જુનાગઢ

 જૂનાગઢઃ ૪.પ ડિગ્રી કાતિલ ઠંડીથી આજે ગિરનાર પર્વત ટાઢોબોળ થઇ ગયો હતો. જૂનાગઢમાં ૯.પ ડિગ્રી ઠંડીથી લોકો ઠુંઠવાઇ ગયા હતાં.

ગત સપ્તાહથી ઠંડી બોકાસો બોલાવી રહી છે આજે પણ સોરઠનાં લોકોને ઠંડીથી રાહત મળી નથી. જૂનાગઢ ખાતે સવારનાં લઘુતમ તાપમાન ૯.પ ડિગ્રી નોંધાયું હતું જયારે ગિરનાર પર્વત ઉપર ૪.પ ડિગ્રી તાપમાન રહયું હતું આમ કાતિલ ઠંડીને લઇને જનજીવનને ભારે અસર થઇ છે.

સવારે હવામાનમાં ભેજનું પ્રમાણ પંચાવન ટકા રહ્યું હતું અને પવનની ગતિ કલાકની ઝડપ ૩.પ કિ.મી. નોંધાઇ હતી.

જામનગર

 જામનગરઃ શહેરનું હવામાનઃ મહતમ : ૨૬.પ, લઘુતમઃ ૧૨.પ, ભેજ : પર ટકા, પવન : ૭.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.(૧.૬)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૪.પ ડિગ્રી

જૂનાગઢ

૯.પ ડિગ્રી

અમદાવાદ

૧૧.પ ડિગ્રી

ડીસા

૮.૬ડિગ્રી

વડોદરા

૧૦.૮ ડિગ્રી

જામનગર

૧૨.પ ડિગ્રી

ુસુરત

૧૩.૦ ડિગ્રી

રાજકોટ

૧૧.પ ડિગ્રી

ભાવનગર

૧૧.૪ ડિગ્રી

પોરબંદર

૧૧.૮ ડિગ્રી

વેરાવળ

૧૫.૯ ડિગ્રી

દ્વારકા

૧૫.૪ ડિગ્રી

ઓખા

૧૯.ર ડિગ્રી

ભૂજ

૧૧.૭ ડિગ્રી

નલીયા

૭.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૨.પ ડિગ્રી

ન્યુ કંડલા

૧૧.૦ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૦.૧ ડિગ્રી

ગાંધીનગર

૧૦.ર ડિગ્રી

મહુવા

૧૦.પ ડિગ્રી

દિવ

૧૧.૦ ડિગ્રી

વલસાડ

૯.૬ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૧.પ ડિગ્રી

(11:44 am IST)