Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભાવનગર યુનિવિર્સિટીમાં ફુડ ફેસ્ટીવલ યોજાયું

ભાવનગર તા. ૧૧ : સ્ત્રી સશકિતકરણ અને સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ અને વુમન્સ ડેવલપમેન્ટ સેલ તેમજ યુનિવર્સિટીના વુમન્સ ડેવલપમેન્ટ સેલના સંયુકત ઉપક્રમે યોજાયેલ ''સાત્વિક આહાર ઉત્સવ-સ્વાદ ભાવનગરી''ની યજમાન સંસ્થા શામળદાસ આટ્ર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.કેયુર દસાડીયાએ જણાવ્યું કે, સ્ત્રી સશકિતકરણ અને સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે તથા ખાદ્ય ખોરાકને લઇ મહિલાઓમાં રહેલી આવડતને યોગ્ય મંચ આપવાના ભાગરૂપે યુનિ. અને શામળદાસ આટ્ર્સ કોલેજના મુમન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ પ્રકારનું આયોજન કરાયું છે.

વિશેષતા એ છે કે, અહી ઉભા કરવામાં આવેલા ૪પ સ્ટોલ મહિલા સંચાલિત છે. જેમાં ભાવનગરનું નેચરલ ફુડ તેમજ ઓર્ગનીક પ્રોડકટનું વેચાણ કરવામાં આવે છે. શ્રી સમુકતાદેવીએ દરેક સ્ટોલની મુલાકાત લઇ દરેક સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપી અને તેમની પ્રશંસા કરેલ. આજના દિવસે રાત્રી કાર્યક્રમમાં સલાડ ડ્રેસિંગ કોમ્પીટીશન રાખવામાં આવેલ હતી તેમજ ઘરશાળા સ્કુલમાંની વિદ્યાર્થી બહેનો દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવેલ, કલાક્ષેત્રની વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ પુજન, શાસ્ત્રીય નૃત્ય રજુ થયેલ. યુરોકિડ્સના બાળકોઓ દ્વારા સમુદ્ર સૃષ્ટિના જીવો અંગે નૃત્ય રજુ કરેલ. તેમજ વિવિધ કલાકારોએ પોતાની કૃતિઓ રજુ કરેલ.

આ ત્રિદિવસીય ફુડ ફેસ્ટીલની ખાસિયત એ છે કે અહી સ્વાદ ભાવનગરીની સ્વાદ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છ.ે નવા ઉદય સાથે સ્ત્રી સશકિતકરણ અને સ્ત્રીરોજગારીને બળ પુરૃં પાડતું આ એક અભિયાન હાથ ધરાયું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પહેલી ઘટના છેજેમાં યુનિવર્સિટીના વુમન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા ફુડ ફેસ્ટિલનું આયોજન કરાયું છે. (૬.૧૫)

(11:44 am IST)