Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ધ્રાંગધ્રાના મેથાણમાં એરંડા ખાધા બાદ આફરો ચડવાથી ૧૯ ગાયોના મોત

વઢવાણ તા. ૧૧ : ગત ચોમાસાની નિષ્ફળતાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકા અછતની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તંત્રની નિષ્કાળજીના કારણે પશુધનને ઘાસચારાના સાંસા હોવાથી ખેતરમાં ઊભેલો મોલ ખાવા મજબૂર બને છે. આવા જ એક કારણસર ધ્રાંગધ્રા તાલુકાનાં મેથાણ ગામની સીમમાં ચરવા ગયેલી ગાયો ખેતરમાં એરંડા ખાઈ ગઇ હતી. જેમાં ૧૯ જેટલી ગાયોના શનિ-રવિ બે દિવસમાં મોત થયા હતા.મેથાણની સીમમાં ચરવા માટે ગયેલી ગાયોને ચરવા માટે કોઇ ખોરાક ન મળતા ઝેરી બી ખાવાથી આફરો ચડ્યો હતો અને મોત થયા હતા.  ઘાસચારાની વ્યવસ્થા ન કરતા પશુઓના મોત થતાં રોષ છવાયો છે. સીમમાંં ચરવાનુ નથી ઘાસચારાના ભાવ આસમાને છે. અને સરકાર દ્વારા યોગ્ય ઘાસચારાની વ્યવસ્થા ન કરતા ભૂખને લઈને ગાયો એરંડા ખાતા મોતને ભેટી હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન જે.કે.પટેલે કર્યો છે.(૨૧.૧૬)

(11:43 am IST)
  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • દેશમાં કરન્સી સરકયુલેશન પહોંચ્યુ રૂ. ર૦.૬પ લાખ કરોડઃ નોટબંધી પૂર્વે હતું રૂ. ૧૭.૯૭ લાખ કરોડ: દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. ૧૭.૯૭ લાખ કરોડ હતી જે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ રૂ. ર૦.૬પ લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. access_time 11:17 am IST