Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગોંડલના ઘોઘાવદરમાં બે મહિલા સહિત પાંચ જુગાર રમતા પકડાયા

બે બાઇક સહિત ૪૪ હજારનો મુદામાલ કબ્જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટ, તા.૧૧: ગોંડલના ઘોઘાવદર ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતી બે મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચના અન્વયે સેલ્સબીના ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એમ.ચાવડા તથા પો.સ.ઇ.શ્રી એચ.એ.જાડેજા માર્ગદર્શન તાલુકાના ઘોઘાવદર ગામની સીમમાંથી જુગાર રમતા પ્રવીણ હરીભાઇ  મકવાણા ઉ.વ.૪૭ રણછોડ ગગજીભાઇ પરમાર  ઉ.વ.પ૭ તથા પ્રવીણ હરીભાઇ મકવાણા ઉ.વ.પ૦ રહે.બધા ભગવતપરા ગોંડલવાળા તેમજ ર (બે) સ્ત્રી મળી કુલ પ ઇસમોને રોકડા રૂપિયા ૧૪,૨૬૦/ ના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે.મા ગુન્હો રજી.કરાવી કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે.(૨૩.૬)

(11:42 am IST)