Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વિડીયો : મુન્દ્રા પોર્ટ ઉપર ઉતરેલા અમેરિકન ફાઇટર ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ એરબેઝ તરફ રવાના

ભારતે ૧૫ ચિનુક હેલિકોપ્ટર અમેરિકા પાસેથી ખરીદયા ૪ ની ડિલિવરી, ૧૦ ટન વજન સાથે વધુ ઊંચાઇવાળા પર્વતીય ક્ષેત્રોમાં જઇ શકશે

ભુજ તા. ૧૧ : ભારત સરકારે અમેરિકા પાસેથી ખરીદ કરેલા ૧૫ ચિનુક હેલિકોપ્ટર પૈકી ૪ હેલિકોપ્ટરની પ્રથમ બેચ મુન્દ્રા પોર્ટ ઉપર આવી પહોંચી છે. સરકારે ૨.૫ અબજ ડોલરના ખર્ચે અમેરિકા પાસેથી ૨૨ અપાચે હેલિકોપ્ટર અને ૧૫ ચિનુક હેલિકોપ્ટરનો ૨૦૧૫ માં સોદો કર્યો હતો. મુન્દ્રા પોર્ટ આવેલા ૪ ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ એરબેઝ ઉપર જશે.

આ વર્ષે જ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જનાર CH 47 મોડેલના આ ચિનુક હેલિકોપ્ટર ભારે ક્ષમતા ધરાવે છે. તેનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કર્યો હતો. ૧૦ ટન સામાન સાથે ખૂબ જ વધુ ઊંચાઈએ ઉડી શકતા ચિનુકનો ઉપયોગ પર્વતીય ક્ષેત્રોમાં સારી રીતે થઈ શકશે. ચિનુક ભારતીય સેનાની તાકાત વધારશે. ખાસ કરીને પૂર્વીય ક્ષેત્રો આસામ, મેઘાલય, અરૂણાચલ કે જયાં ચીન ઉપર નજર રાખવાની જરૂરત છે, તેવા વિસ્તારોમાં ચિનુક ફાઇટર હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને તાકાત પુરી પાડી દેશના સંરક્ષણ માટે મહત્વના બનશે. ભારતીય વાયુસેના ના જવાનોએ અમેરિકામાં ચિનુક હેલિકોપ્ટરના ઉડ્ડયન અને તેના લડાઈમાં ઉપયોગ કરવાની ક્ષમતા અંગે તાલીમ પણ લીધી છે.(૨૧.૮)

ભારતીય વાયુ સેના માટે ચાર ચિનુક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર પહોંચ્યો : ભારતે આ પ્રકારના 15 હેલિકોપ્ટરો અમેરિકા પાસેથી ખરીદ્યા છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ)

 

(3:36 pm IST)