Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોરબંદરમાં રાહુલ ગાંધી સાથે મુખ્યાજીના ફોટા અંગે ગુપ્તચર એજન્સી દ્વારા પુછપરછ

પોરબંદર તા.૧ર : વિધાનસભાની ચૂંટણી પહેલા પોરબંદર પધારેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કીર્તી મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ બાજુમાં શ્રીનાથજી હવેલીએ દર્શન કરવા ગયેલ ત્યારે મુખ્યાજી પ્રકાશભાઇ સાથેની તેમની તસ્વીર અખબારોમાં પ્રસિધ્ધ થઇ હતી. આ તસ્વીરને લઇ મોડે મોડેથી બે-ત્રણ દિવસ પહેલા ગુપ્તચર એજન્સીએ મુખ્યાજીની પુછપરછ કરી હતી.

મુખ્યાજી પ્રકાશભાઇએ જણાવેલ કે રાહુલ ગાંધી શ્રીનાથજી હવેલીએ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની રાહુલ ગાંધી સાથેની તસ્વીર મીડીયા દ્વારા કલીક થયેલ. જે અખબારોમાં તે સમયે પ્રસિધ્ધ થઇ હતી. અગાઉ સોનીયા ગાંધી પોરબંદર આવ્યા ત્યારે કીર્તી મંદિરે પુષ્પાંજલી બાદ બાજુમાં શ્રીનાથજી હવેલીએ દર્શન માટે આવ્યા હતા. આ પરંપરા રાહુલ ગાંધીએ પણ જાળવીને શ્રધ્ધાપુર્વક દર્શન કર્યા હતા.

(2:26 pm IST)