Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શ્રીસોમનાથ ઉત્સવ ૨૦૧૮ નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો

પ્રભાસપાટણ : મહા શિવરાત્રીના અનુસંધાને સોમનાથ મુકામે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટી મંત્ર ગીર-સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સયુકત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરીસરમાંની નજીક રળીયામણા દરીયા કિનારે પ્રભાસપાટણ ખાતે શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત રાશ,નૃત્યુ, ભકિત સંગીત તથા સાંસ્કૃતિક આયોજનનું ઉદઘાટન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ હતુ આ તકે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી જે.ડી પરમાર, પૂર્વ મંત્રી જસાભાઇ બારડ, પુર્વધારાસભ્ય રાજશીભાઇ ભેટવા, કલેકટર અજયકુમાર, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ તેમજ, અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રભાસ પાટણના લોકો અને યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે લોકનૃત્યુ, પ્રચીનગરબા, બીક્ષ રાશ, ડાંગી નૃત્યુ, તલવાલ રાશ, ટીટપણી નૃત્યુ, અર્વાચીન ગરબા, રાસ,લોકનૃત્યુ, મેવાસી નૃત્યુ, મીશ્ર હુડો, આદિનીલનૃત્યુ અને સીદી ધમાલ નૃ્ત્યુ સહિતના કાર્યક્રમો રજુ થયા હતા તેમજ લાઇટોની સુંદર સજાવટને કારણે કાર્યક્રમ ખુબજ આકર્ષક બનેલ હતો આનેક આ તમામ કાર્યક્રમો ખુબજ સુંદર રીતે રજુ થતા લોકો ખુબજ આનંદીન થયા હતા. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ)(૧.૯)

 

(12:40 pm IST)