Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ખેડૂતો સામેના અસહ્ય પડકારો માટે રાજય-કેન્દ્ર સરકાર જ જવાબદાર

ર૦રર સુધીમાં આવક બમણી કરવાની વાતો માત્ર 'દીવાસ્વપ્ન' સમાન : સિંચાઇ ક્ષેત્રે કોઇ નોંધ પાત્ર કામગીરી નથી થઇ : વિરજીભાઇ ઠુમ્મરનો આક્ષેપ

અમરેલી, તા. ૧ર :  ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના દીવા સ્વપ્નો દેખાડતી કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતીઓ સામે તીર તાકી પ્રદેશ કિસાન ખેત મજદૂર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ખેડૂતોને લાભકારક અનેક વિધ સિંચાઇ યોજનાઓ અમલમાં હતી, તે તમામ સિંચાઇ યોજનાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંચાઇ ક્ષેત્રે બહુ માટી ઘાડ મારી રહ્યા હોય તેથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના જેવું બહુ મોટુ કામ આપીને એક બેનર હેઠળ એક કરી, મોટા મોટા અંદાજો અને લક્ષ્યાંકો રજૂ કર્યા, ખેડૂતો આંબા-આંબલી બતાવ્યા, પરંતુ મારે સરકારે તેના સાડા ત્રણ વર્ષ ઉપરાંતના શાસનમાં સિંચાઇ ક્ષેત્રે ખાસ કોઇ નોંધપાત્ર કામગીરી કરી નથી તેના કારણે ખેડૂતોને ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

નિવેદનમાં શ્રી ઠુમ્મરે વધુમાં કહ્યું હતું કે ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ ગ્રામીણ મજદૂરોને વર્ષમાં ઓછામાં ઓછા ૧પ૦ દિવસ રોજગારી પુરી પાડવામાં આવે છે. પરંતુ રાજકીય રાગેદ્રેષથી કેન્દ્ર સરકારે યોજનાની ઉપેક્ષા કરી હોવાથી રાજયને દેશના મોટાભાગના ગામડાઓમાં રોજગવારીનો આધાર હતો. તૂટી રહ્યો છે.(૯.ર૦)

(12:38 pm IST)