Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મોરબી એસ.ટી.ડેપો વર્કશોપમાં સ્ટાફની ઘટઃ સમયસર રીપેર થતુ નથી

મોરબી તા.૧૦: એસટી ડેપોમા આશરે ૫૦ થી ૬૦ જેટલી શેયુલ ચાલે છે. પરંતુ વર્કશોપના સ્ટાફના ઘટના કારણે ઘણી વખત બસો સમયસર ઉપડતી નથી અથવા રદ કરવી પડે છે આ બાબતે મોરબી ડેપો ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે મોરબી એસટી વર્કશોપમાં આશરે ૨૫ જેટલી જગ્યાઓ ખાલી પડેલ રાત્રી દરમ્યાન કોઇ બસ બ્રેક ડાઉન થાય તો ઇલેકટ્રીશન કે ટાયર ફીટર પણ નથી જે ઘણા લાંબા સમયથી જગ્યા ખાલી પડેલ છે. જેને કારણે મુસાફર જનતાને વારંવાર મુશ્કેલી ભોગવવી પડે છે.

દરેક ડેપોમાં એક રીલીફ વાહન તથા ડ્રાઇવર રાખવા જોઇએ જેથી રાત્રી દરમ્યાન બ્રેકડાઉન થયેલ બસને ઉપયોગી થઇ શકે અને મુસાફરને નિયત જગ્યાએ પહોંચાડી શકે એસટી નિગમે ડ્રાઇવર કમ કંડકટરને ટુંકા રૂટમાં અને પોઇન્ટ ટુ પોઇન્ટ ચલાવવાનો નિગમનો પરીપત્ર છે. છતા તેનો નિયમનો ખુલ્લેઆમ ભંગ થઇ રહેલ છે.જેને લાંબા રૂટમાં મોકલવામાં આવે છે. જેથી સમયસર બસ નિયત સ્થળે પહોંચતી નથી અને મુસાફર જનતા હેરાન પરેશાન થાય છે. બસો જયારે  રાત્રી દરમ્યાન બ્રેકડાઉન કે અકસ્માત થાય ત્યારે ફરજ પર એકજ કર્મચારી હોય તે શું કરી શકે આ બાબને કોઇપણ અકસ્માત બને અથવા બ્રેકડાઉન થાય કે સમયસર ન ઉપડે ત્યારે દોષનો ટોપલો ડેપો મેનેજર ઉપર નાખવામાં આવે છે. મોરબી ડેપોને વર્કશોપનો પુરતો સ્ટાફ તથા સ્પેર પાર્ટસ સમયસર આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે તેમ છે તેમ સામાજિક કાર્યકર પી. પી. જોષીએ માંગણી કરી છે.

(12:08 pm IST)