Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ભાવનગરમાં દર્શન મેડીકલ સ્ટોર્સમાંથી દોઢ લાખની રોકડની ચોરીઃ ચોકીદારને છરી બતાવી ૩ શખ્સો નાસી ગયા

ભાવનગર, તા., ૧રઃ ભાવનગરનાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર્સનું શટર લોક તોડી અંદર પ્રવેશી ત્રણ શખ્સો રૂ.૧.૪૬ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છુટયા હતા. ચોરીના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના વિકટોરીયા પાર્ક સામે આવેલ ઇસ્કોન મેગા સીટીમાં રહેતા રમેશભાઇ વલ્લભભાઇ પટેલની માલીકીનો શહેરના શાસ્ત્રીનગર વિસતારમાં આવેલ દર્શન કોમ્પલેક્ષમાં આવેલ દર્શન મેડીકલ સ્ટોર્સમાં વહેલી સવારે પાંચ વાગે ત્રણ અજાણ્યા શખ્સોએ શટર લોક તોડી અંદર પ્રવેશી ટેબલના ખાનામાં રાખેલા રોકડા રૂ. ૧૪૬૪૩ર ની ચોરી કરી નાસી છુટયા હતા. સવારે ત્રણ શખ્સોને આ કોમ્પલેક્ષમાં એક ચોકીદારે ટપારતા આ શખ્સોએ છરી બતાવી ધમકી આપી નાસી છુટયા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઇ. રાણા ચલાવી રહયા છે.

(12:06 pm IST)