Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોલીસના અયોગ્ય વર્તનના વિરોધમાં વિંછીયા સજ્જડ બંધ

ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આગેવાનીમાં પોલીસ મથકે ગયેલા લોકો સાથે અપમાનઃ આ ધર્મશાળા નથી તેમ કહીને તગેડી મુકયા

વિંછીયા : પ્રથમ તસ્વીરમાં વિંછીયા બંધ હાલતમાં નજરે પડે છે તથા બીજી તસ્વીરમાં ગામમાં લગાવેલ નોટીસ બોર્ડ નજરે પડે છે. (તસ્વીર : પિન્ટુ શાહ, વિંછીયા)

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા તા. ૧૨ : વિંછીયામાં વેપારીઓને સાથે રાખી રજૂઆત કરવા પોલીસ મથકએ ગયેલા ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા સહિતનાઓને રજૂઆત નહી સાંભળી. આ ધર્મશાળા નથી તેવું કહી ઉધ્ધત વર્તન કરી અપમાનીત કરી તગેડી મુકતા મામલો ઉશ્કેરાયો હતો.

આ મામલે ગત રાત્રીના જ વિંછીયા વેપારી એશોસીએશનએ બંધના બોર્ડ મારી દેતા આજ સવારથી જ વિંછીયા બંધ રહ્યું છે. આ બંધમાં વિંછીયાની મુખ્યબજાર, મોચીબજાર, બસ સ્ટેન્ડ રોડ, પંચાયત કચેરી રોડ સહિત ચા-પાનના ગલ્લા બંધમાં જોડાયા છે.

આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ વિંછીયાના લાખાવાડ ગામથી વિંછીયા નોકરી અર્થે આવતા કોળી યુવાનને પોલીસે કોઇપણ કારણોસર ઢોર માર મારેલ. બે દિવસ પૂર્વેની આ ઘટના અંગે વેપારીઓએ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાને સાથે રાખી ગતરાત્રીના વિંછીયા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચેાલ જ્યાં પીએસઆઇ ચૌહાણ લાજવાને બદલે ગાજી રજૂઆત કરવા આવેલા. ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા સહિતનાઓને આ ધર્મશાળા નથી નીકળો બહાર તેમ કહી તગેડી મુકયા હતા. તેમ વેપારી એશોસીએશનએ જણાવ્યું હતું.

જેથી ગતરાત્રીના જ વિંછીયા પોલીસ જે ધારાસભ્યની રજૂઆત ન સાંભળે? તો સામાન્ય પ્રજાજનોનું કોણ? તેવી લાગણી સાથે વિંછીયા સજ્જડ બંધની અપીલ કરાતા વિંછીયા શહેર આજ સવારથી સજ્જડ બંધ રહ્યું છે. સવારે ૯.૩૦ વાગ્યે વિંછીયા શાંતિપૂર્ણ બંધમાં જોડાયું છે.(૨૧.૧૩)

 

(12:06 pm IST)