Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોરબંદરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર અવ્યવસ્થાઃ દસ્તાવેજ નોંધાવ્યા વિના પરત જવુ પડે

પોરબંદર તા.૧૨: સબરજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના ૪૦-૫૦ દસ્તાવેજો થાય છે અમુક પાર્ટીઓએ પુરૂ પેમેન્ટ આપી અને દસ્તાવેજ કરવા ગયા હોય છે આ પિતળની સબ રજીસ્ટ્રાર ઓફિસમાં છાશ વારે નેટ બંધ થઇ જાય છે. અને આની અસર બન્ને પાર્ટીઓની વચ્ચેમાં ગંભીર રીતના પડે છે ઘણી પાર્ટીઓ ફોરેનથી આવી હોય અથવા તો બહારગામની આવી હોય તેને સહી કરી નીકળી જાવાનું હોય છે અને પુરૂ પેેમેન્ટ મીલ્કતનું અપાઇ ગયુ હોય અને દસ્તાવેજ ન નોંધાયુ હોય અને કોઇ અણબનાવ બને ત્યારે પરીસ્થીતી ગંભીર બને છે.

એક ડોશીમાં ૫ વાગ્યા સુધી સબ રજીસ્ટ્રારમાં હતા અને તેમનો વારો ન આવ્યો અને રાતના તેઓ મૃત્યુ પામેલ પછી તેમના વારસદારો સારી વ્યકિત હતા તો એ વ્યકિતનું દસ્તાવેજ થયેલ પરંતુ દરેક વ્યકિત આવી હોતી નથી. તેવી રજુઆત મુકેશભાઇ દતાએ કલેકટરને કરી છે.

પોરબંદર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ગઇ કાલ બપોરે ૨ વાગ્યાથી આજે બપોરે ૨ વાગ્યા સુધી નેટ ખોરવાય ગયેલ તેના કારણે સેંકડો લોકોના આર્થીક વ્યવહારો ઠપ થઇ ગયેલ આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન નંબરના સોફટવેરમાં ખામી હોય એક જ સમયે ૩-૩ ટોકન નંબર ત્રણ પાર્ટીઓને આપવામાં આવે છે. ૩-૩૦ વાગ્યાના ટોકનનું દસ્તાવેજ ૪ વાગ્યે થયેલ હતુ અને ૪ વાગ્યાનુ ટોકનનું દસ્તાવેજ ૪:૪૫ વાગ્યે થયેલ હતુ અને સવારથી બેઠેલા લોકો આ ઓનલાઇન ટોકનના કારણે અને ગેરગ વ્યવસ્થાના કારણે સેંકડો લોકો બેસી અને દસ્તાવેજ નોંધાવ્યા વિના પરત ફરવુ પડયુછે. તેમ રજુઆતમાં જણાવેલ છે.(૧.૧)

(12:04 pm IST)