Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોરબંદર સહિત વિવિધ બંદરના માછીમારોના પ્રશ્ને ધ્યાન અપાય નહી તો ઉગ્ર આંદોલન

પોરબંદર તા.૧૨: સરકારશ્રી સામે આંદોલનના મંડાણ કરવા પોરબંદરમાં વિવિધ બંદરના માચ્છીમારોની મળેલ મીટીંગમાં ઉગ્ર આંદોલનના મંડાણ કરવા આહવાન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારશ્રી તરફથી નાની પીલાણા (હોડી)ઓને કોંગ્રેસ સરકારના સમયથી કેરોસીન ઉપર સહાય ચુકવવામાં આવતી હતી. ત્યારે માચ્છીમારી હોડી દીઠ માસીક ૨૫૦ લીટર કેરોસીન નિયમીત રીતે આપવામાં આવતુ હતુ, પરંતુ જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી માચ્છીમારોને અનેક નવા નિયમો બનાવી હેરાન પરેશાન કરવાનું ચાલુ છે. માચ્છીમારોને જે ૨૫૦ લીટર કેરોસીન આપવાનું કોંગ્રેસ સરકાર વખતે નક્કી થયેલ હતુ તેમા વારંવાર ફેરબદલ કરી છેલ્લા માસીક ફકત ૩૪ લીટર કેરોસીન આપવામાં આવતુ હતુ.

જેનો માચ્છીમારો દ્વારા ગુજરાત તમામ વિરોધ કરી કેરોસીન જથ્થો વધારવા ઉગ્ર માંગ કરતા સરકારશ્રીનો મત્સ્યોદ્યોગ વિભાગે માસીક ૧૫૦ લીટર  જથ્થો વધારેલ પણ તેમા અનેક ફેરફાર કરી જુની કેરોસીન વિતરણ પ્રથા કે જેમા સ્થાનિક કેરોસીન વિક્રેતાઓને વ્યવસ્થિત રીતે પીલાણાને બંદર ઉપર દિવસ રાત જોયા વિના કે તહેવારો જોયા વિના ઉધાર ઉપર કેરોસીન જથ્થો આપતા હતા તેમા સરકારશ્રી દ્વારા અનેક વખત ફેરફાર કરી મનધડત રીતે માચ્છીમારોને હેરાન કરવાના ઇરાદે અને તમામ માચ્છીમારો જાણે ચોર હોય તેમ કેરોસીન વિતરણ નિતિમાં ફેરબદલ કરી જી.એફ.સી.સી.ના પંપો ઉપરથી રોકડેથી કેરોસીન લેવાનંુ અને ખરીદી કરેલ કેરોસીનના બીલો ફિશરીઝમાં જમા કરાવ્યા બાદ જ માચ્છીમારોના ખાતામાં કેરોસીન સહાય જમા કરાવવાનો ફતવો બહાર પાડેલ છે. જે સામે પીલાણાના નાના માચ્છીમારોએ ઉગ્ર વિરોધ દર્શાવેલ છે.મીટીંગમાં પોરબંદર ખારવા જ્ઞાતિના ઉપ પ્રમુખશ્રી અશ્વિનભાઇ બી.જુંગી તેમજ પંચ પટેલશ્રીઓ, પોરબંદર બોટ એસોસીએશન પ્રમુખશ્રી ભરતભાઇ મોદી તેમજ કમીટી સભ્યશ્રીઓ, નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ મોહનભાઇ ભુતીયા, પોરબંદર બોટ એસોસીએશન પુર્વ પ્રમુખ વેલુભાઇ મોતીવરસ, જીવનભાઇ જુંગી, પીલાણા એસોસીએશન પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરી તેમજ કમીટી સભ્યશ્રીઓ, પીલાણા એસોસીએશન પુર્વ પ્રમુખશ્રી ધનજીભાઇ બાદરશાહી તેમજ દરેક બંદરના માચ્છીમાર આગેવાનો અને સંખ્યામાં પીલાણા,બોટ માલિકો હાજર રહેલા હતા.(૧.૪)

 

(12:04 pm IST)