Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કોડીનારના વલાદર ગામે દરબાર ઉપર હુમલો

કોડીનાર તા.૧ર : તાલુકાના વલાદર ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી દરબાર શખ્સ ઉપર પાંચ શખ્સોએ હિચકારો હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

જયસિંહ ખાટુભાઇ ઝાલા દરબારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ ચારેક મહિના પહેલા દરજાદા પરિવાર સાથે માથાકુટ થયેલી હોય તેનુ મનદુઃખ રાખી ગામના આફાન સલીમ દરજાદા, હનીફ જહાંગીર દરજાદા, સલીમ જહાંગીર દરજાદા, ઇરફાન સલીમ દરજાદા અને તનવર દોશીુ દરજાદા શ્રી જયસિંહ ઝાલા દરબારને ગાળો ભાંડીને પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

(12:04 pm IST)