Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વાંકાનેરના પ.૭પ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં મહાવીરસિંહની ધરપકડ

વાંકાનેર તા.૧ર : વાંકાનેરના રાતીદેવળી ગામેથી પકડાયેલ પ.૭પ લાખના દારૂ પ્રકરણમાં પોલીસે એક ગરાસીયા શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ય વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવળી ગામે મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી જમીનમાં દાટેલ પ.૭પ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. એલસીબીએ રાતીદેવળીના મહાવીરસિંહ પ્રવિણસિંહ ઝાલા સહિત બે શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

દરમિયાન આ વિદેશી દારૂ પ્રકરણમાં સંડોવાયેલ મહાવીરસિંહ પ્રવિણસિંહ ઝાલા રે.રાતીદેવળીને ગતરાત્રે જ પોલીસે દબોચી લઇ ધરપકડ કરી હતી. આ શખ્સને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.(૩-૮)

(12:04 pm IST)