Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કાર સાથે નીલગાય ભટકાતા મુંદરામાં એન્જીનીયરનું મોત

હરિયાણાનો એન્જી.અહાણી પાવરમાં કામસર આવ્યો હતો

ભુજ તા.૧૨: હરિયાણાના યુવાન એન્જી.અરૂણ ડાંગરનું કમનસીબ માર્ગ અકસ્માતના કારણે મુદરા મધ્યે મોત નીપજ્યુ હતુ. પોલીસના જણાવ્યા પ્રમાણે અદાણી પોર્ટના ઇસ્ટ ગેટ પાસે કારમાં જઇ રહેલા યુવાન એન્જી. અરૂણ ડાંગર અને કાર ચાલક દિલીપકુમારને રસ્તા આડે નીલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો. નીલગાયના કારણે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આના લીધે ગંભીર ઇજા ગ્રસ્તે હાલતમાં બન્નેને ગાંધીધામ ખસેડાયા હતા જયાં એન્જી. અરૂણ ડાંગર (ઉ.૨૫)નુ મોત નીપજ્યુ હતુ. જયારે કાર ચાલક દિલીપક્રમારની હાલત ગંભીર છે.

(12:00 pm IST)