Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મહાશિવરાત્રિ મેળામાં લાખો ભાવિકોઃ કાલે વિજયભાઇનું આગમન

કાલે રાત્રે ભવ્ય રવેડી : ૧પ૦થી વધુ ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન ભકિતનો સમનવ્ય ૩ લાખ જેટલા ભાવિકોએ રવિવારે મેળાની મોજ માણી કલેકટર રાહુલ ગુપ્તા અને એસપી નિલેશ જાજડીયાનો ભવનાથમાં પડાવ ભરડાવાવથી વાહન બંધ

જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં ચોથા દિવસે સતત માનવ મહેરાણી ઉમટી રહ્યો છે. ઉપરોકત તસ્વીરમાં મેળામાં ઉમટી પડેલ માનવ મહેરાણ અને શ્રી લાલસ્વામી આશ્રમ ખાતે દાળતા મોટટોપમાં દાળનો વધાર કરતા મહંત પૂ. હરીગીરીબાપુ તેમજ આપાગીગાના અન્નક્ષેત્રમાં પધારેલ પૂ. ગોપાલાનંદબાપુ પૂ. તનસુખગીરી બાપુ સાથે ચર્ચા કરતા નરેન્દ્રબાપુ સાથે બિલ્ડર્સ ધીરૂભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

જુનાગઢ, તા. ૧ર : મહાશિવરાત્રી મેળાનો શુક્રવારે વિધીવત પ્રારંભ થયા બાદ ધીમે ધીમે મેળાનો માહોલ જમાવટ પકડી રહ્યો છે.

 

ગઇકાલે રવિવારની રજાને લઇ અને જૂનાગઢની સ્થાનિક પ્રજા પણ મેળાો માનવા ઉમટી પડી હતી અને સોનાપુરથી ભવનાથ તળેટીના માર્ગમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોતી જાણે માનવ કિડીયારૂ ઉભરાયું હોય તેવી જોવા મળતું હતું.

૧પ૦થી વધુ ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન અને ભકિતનો રસ છુટાયો હતો. કાલે રાત્રે રવેડી સાથે મહાશિવરાત્રી મેળાનું સમાપન થશે.

કાલે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મહાશિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહેશે.

કલેકટરશ્રી રાહુલ ગુપ્તા એસપી નિલેશ જાજડીયા ભવનાથ ખાતે પડાવ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડેપગે રહી કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડતા હતાં અને ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુના સાંનિધયમાં ચાલતુ અવિરત અન્નક્ષેત્ર અને રાતરે ખ્યાતનામ કલાકારોની સંતવાણીનો ભાવિકોએ લાભ લીધો હતો. ઉપરાંત સતાભાર આપાગીગાની જગ્યા અને ચોટીલા આપાગીગાના ઓટલાના સંયુકત ઉપક્રમે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ છે જેની ગઇકાલે સાધુ સમાજના ગુજરાત પ્રદેશ મુકેશ અધ્યક્ષ પૂ. ગોપાલાનંદજી બાપુ અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરી બાપુએ મુલાકાત લીધી હતી. દરમ્યાન પૂ. નરેન્દ્રબાપુએ તેમને આવકાર્યા હતાં અને રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. ઇનદ્રભારતી બાપુના સાંનિધ્યમાં ભોજન અને ભજનની રમઝટ બોલતી હતી અને સંતવાણીમાં મોડીરાત સુધી ખ્યાતનામ કલાકારો સંતવાણી રજૂ કરેલ .

ઉપરાંત શ્રી લાલાસ્વામી આશ્રમ ખાતે મહંત પૂ. હરિગીરીબાપુ ગુરૂશ્રી કલ્યાણગીરી બાપુ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેતરમાં ભાવિકોને બાજરાના રોટલ કઢી ખીચડી રીંગણાનો ઓળો તેમજ ગુંદી ગાંઠીયા મોહનથાળ ભાવથી પિરસવામાં આવતો હોય અને રાત્રે સંતવાણીનો કાર્યક્ર મયોજાયો હતો. જેમાં પ્રવિણગીરી બાપુએ ઉપસ્થિત રહી સમગ્ર વ્યવસ્થા જાળવી હતી.

તેમજ દ્વારકા સન્યાસ આશ્રમના પૂ. સુબોધાનંદબાપુ દ્વારા અન્નક્ષેત્રમાં ભવિકોએ ચોખ્ખા ઘીમાં બનાવાયેલ જલેબી ગરમાગરમા ઠા૮ીયા પિરસવામાં આવી રહ્યા હતાં.

અને સનાતન ધર્મશાળા ખાતે ૪ દાયકાથી પૂ. મુળશંકરબાપા તેરૈયા દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં પણ કાઠીયાવાડી ભોજન અને મિસ્ટાન પિરસવામાં આવેલ જેમાં ચન્દ્રકાંતભાઇ તેરૈયા કમલેશભાઇ તેરૈયા દિલીપભાઇ અને સમગ્ર સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતાં. ભવનાથ તળેટી ખાતે હૈયે હૈયુ દળાય તેટલી ભીડ હતી લોકોના આવતા પ્રવાહને જોઇ ભરડાવાવથી જ વાહન બંધ કરી દેવામાં આવ્યા હતાં. છતાં પણ લોકો બેથી અઢી કિ.મી. પગપાળા ચાલીને મેળાની મોજમાણી હતી. (૮.

(2:43 pm IST)