Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

પ્રોજેકટ 'લાઇફ' દ્વારા જુનાગઢ જીલ્લાની BPL બહેનોને નિઃશુલ્ક વર્ચ્યુઅલ સ્વરોજગારલક્ષી તાલીમનો પ્રારંભ

રાજકોટ તા. ૯ : મહિલા સશકિતકરણના ઇતિહાસમાં COVID-૧૯ની  મહામારીને લક્ષમાં  રાખીને જુનાગઢની BPL મહિલાઓ માટે ઐતિહાસીક વર્ચ્યુઅલ વ્યવસાયીક તાલીમ શરૂ કરવામાં આવી છે.વ્યવસાયીક કૌશલ્ય આધારીત તાલીમનું ડીજીટલ ઉદઘાટન પુષ્પાબહેન અને બી.યુ.પટેલ, ડો. અર્પણાં અને ડો.વિપુલ માંકડ, સોનલ અને ડો. બિપીન બાવીશી, ડો. ઇન્દુ અને ડો. મહેશ વરિયા, USA કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ પદે અરૂણકુમાર, જૈન, જનરલ મેનેજર, બેંક ઓફ ઇન્ડિયા (ગુજરાત), જયોત્સના અને અમર શાહ, USA વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે સુલોચના અને ગુણવંત શાહ, અંજુ અને પ્રવિણ અજમેરા, માનસી અને ભાણજી કુંડલિયા, પ્રફુલ્લા અને રમેશ શાહ, હાર્દિકા અને પ્રદિપ શાહ, ડો. ઝાહિરા અને ડો. યુસુફ અલી, ડો. મિયા આર્નોલ્ડ અને ડો. રાજ માંકડ, ડો. વૈશાલી અને ડો. મેહુલ માંકડ, હશું અને અરવિંદ ભટ્ટ, નિમિષા અને નૈલેશ ભટ્ટ, પૂર્વી અને વિપુલ ભટ્ટ, ડો. નયના અને ડો. બિહારી શાહ, પ્રીતિ અને ડો. રજનીકાંત મહેતા અને પ્રફુલ શાહ, USA હાજર રહ્યા હતા.

બી.યુ.પટેલ પ્રોજેકટ 'લાઇફ'ના સમર્થક  છે અને તેમને વર્ચ્યુઅલ તાલિમથી આ મહામારી દરમ્યાન પણ જરૂરીયાતમંદ બહેનોને સ્વરોજગારી મળશે તેવી આશા વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે સંસ્થાના ચંદ્રકાન્ત કોટીચા, એકઝિકયુટીવ ટ્રસ્ટી, મિત્તલ કોટીચા શાહ જોઇન્ટ એકિઝકયુટીવ ટ્રસ્ટી અને કિરીટ વસા જોઇન્ટ એકિઝકયુટીવ ટ્રસ્ટીએ ઉપસ્થિત તમામ મહેમાનોનો સહકાર બદલ આભાર પ્રગટ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઋષિકેશ પંડયા ચીફ વિકાસ અધિકારીએ કર્યું હતું.

(3:43 pm IST)