Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

હળવદમાં દારૂના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઝડપ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : હળવદ પંથકમાં ઈંગ્‍લીશ દારૂના ગુન્‍હામાં સંડોવાયેલ ઇસમ નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્‍યો છે.

મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમીયાન હળવદમાં ઈંગ્‍લીશ દારૂના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપી હરદેવસિંહ ચનુભા પરમાર (ઉ.વ.૨૨) રહે જુના દેવળિયા હળવદ વાળો જુના દેવળિયા સરોવર હોટલ પાસે હોવાની બાતમી મળી હતી જે બાતમીને પગલે એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને હળવદ પોલીસ સ્‍ટેશને સોપવામાં આવ્‍યો છે.

(10:57 am IST)