Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

વાંકાનેરના તીથવા ગામે અગાઉના મનદુઃખના અંગે બે જૂથ વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ

લોખંડના પાઈપ વડે માર મારી તેમજ લાકડી થી મારી

વાંકાનેરના તીથવા ગામે અગાઉના મનદુઃખનો ખાર રાખી બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ મામલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આદરી છે

  વાંકાનેરના તીથવા ગામના રહેવાસી રમેશભાઈ ખીમજીભાઈ મેસરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના પત્ની અંજુબેન સાથે આરોપીને અગાઉ દોઢ વર્ષ પહેલા બોલતા ચાલતા હોય અને ફરિયાદીએ શંકા કુશંકા કરી જેનું મનદુઃખ રાખી આરોપી રીઝવાન ઉર્ફે સરપંચ કાસમ માંડલિયા, રજાક ઉર્ફે નાનો સરપંચ કાસમ માંડલિયા રહે બંને તીથવા વાળાએ લોખંડના પાઈપ વડે માર મારી તેમજ લાકડી થી મારી ફરિયાદી અને રોનકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

જયારે સામાપક્ષે ફરિયાદી રીઝવાન કાસમ માંડલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રમેશ ખીમજી કોળી અને રોનક રમેશભાઈ કોળી રહે તીથવા વાળાએ પત્ની સાથે વાતચીત કરવા બાબતે અગાઉ બોલાચાલી કરેલ જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી અને રઝાકભાઈને ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા કરી છે અને જો તું તીથવામાં આવીશ તો તને ઠાર મારી નાખીશું કહી ધમકી આપી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(11:43 pm IST)