Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ડુંગરપુર ગામે ચકકર આવતા તાપણામાં પડી જતા યુવાન ભડથું

જુનાગઢઃ ડુંગરપુર ગામે રહેતા જેન્તીભાઇ કાનજીભાઇ વીંઝુડા (ઉ.વ.૬પ) પડોશીમા રહેતા હાસમભાઇના ઘરની બહાર કરેલ તાપણામાં તાપવા બેઠા હતા તેમને ટી.બી.ની બીમારીને કારણે ઉધરસ ઉપડતા  ચકકર આવતા તાપણામા પડી ગયા હતા તેમણે ઓઢેલ ગરમ સાલ સળગી ઉઠતા ભડથું થઇ ગયા હતા.

બનાવની જાણ થતા  તેમનો પરિવાર દોડી આવ્યો હતો અને આગ બુઝાવી હતી. પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી સારવાર પહેલા મૃત્યુ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(12:39 pm IST)