Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

હાથીજણમાં શ્રીજી સ્વામીની પ૦૦ મી સત્સંગ કથાનો પ્રારંભઃ સોમવારે વિજયભાઇ રૂપાણીનું આગમન

સુરેન્દ્રનગર, મુળી, અમદાવાદ સહીતના વિસ્તારોમાંથી ભાવીકો ઉમટયાઃ પોથીયાત્રામાં પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ

વઢવાણ, તા., ૧૧: સુરેન્દ્રનગર શહેર સાથે જોડાયેલા હાથીજણ ગામ ના સત્સંગી સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સ્વામી નો ભારે નાતો જયારે જોડાયેલો છે ત્યારે હાથીજણ ગામ ખાતે સત્સંગી ભૂષણ કથા નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પોથીયાત્રામાં રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા  જોડાયા હતા ત્યારે સત્સંગી ભૂષણ કથા શ્રીજી સ્વામીની ૫૦૦ ની કથા હોવાના કારણે જેની ભવ્ય રીતે ઉજવણી થઇ રહી છે.

શ્રીજી સ્વામીની વઢવાણ તાલુકાના ટીંબા ગામ ના છે અને આ શ્રીજી સ્વામીએ મુળી મંદિર ખાતે નાની ઉંમરમાં જ સાધુ દીક્ષા લીધેલ હતી હાલમાં જેવો અમદાવાદના હાથીજણ ગામ ખાતે શૈક્ષણિક સંકુલ વિદ્યા ધામ હાલમાં ચલાવી રહ્યા છે ત્યારે શ્રીજી સ્વામી શ્રી માત્ર ૪૫ વર્ષની ઉંમરે પોતે ભવ્ય હરીરસ કથા સાથે સંગીત સુરાવલી અને હરીરસ કથામાં જેઓની એક આગવી ઓળખ બની છે ત્યારે તેમની ૫૦૦ કથા પૂર્ણ થયેલ છે.

અમદાવાદ હાથીજણ ગામ ખાતે હાલમાં તેમની ૫૦૦ મી કથા પૂર્ણ થતા જેની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાથીજણ ગામ ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આ આ કથામાં ભાગ લઇ રહ્યા છે જયારે સત્સંગી ભૂષણ કથામાં અમદાવાદ જિલ્લાના તેમજ મૂળી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના સાધુ સંતો પણ સત્સંગી ભૂષણ કથામાં જોડાયા છે ત્યારે સત્સંગી ભૂષણ કથામાં સોમવાર તા. ૧૩ ના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી તેમજ તેમના પત્ની અંજલિ બેન ખાસ ઉપસ્થિત રહેનાર છે હાલમાં હાથીજણ ગામ ખાતે હરિ ભકતોના ઘોડાપુર સાથે સત્સંગી ભૂષણ કથા મા ગામો ગામથી હરિભકતોનું પ્રસ્થાન થયું છે ત્યારે આ કથામાં સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી કોઠારી સ્વામી તેમજ કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી આ કથામાં પ્રેરણાદાયી બન્યા છે અને આ સત્સંગી ભૂષણ કથાના જેમની આયોજનમાં પણ જ ભાગી બની અને આયોજનમાં સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા કનુ ભગત અરવિંદ મામા ભૂદેવ શ્રી સહિતના અને હરિભકતો પણ હાથીજણ ગામે સત્સંગ ભૂષણ કથામાં જોડાયા છે.

(1:08 pm IST)