Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મોરબીમાં ૧.૬૯ લાખની છેતરપીંડી કરનાર મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ

મોરબી તા. ૧ર :.. મોરબીના જેતપર ગામે રહેતા વેપારીએ પોતાની સાથે ઠગાઇ કરનાર મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ એલસીબી ઇન્ચાર્જ પી. આઇ. આર. ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

મળતી વિગત મુજબ જેતપર ગામે રહેતા ફરીયાદી હિરેનભાઇ ચંદુભાઇ પટેલે પોતાને રીલાયન્સ પેટ્રોલીયમની ડીલરશીપ મેળવવી હોઇને કાું. ની વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરી હતી.

દરમિયાનમાં તા. ૧-૧૧-૧૮ થી ર૯-૧ર-૧૮ સુધીમાં આરોપીઓ અક્ષાબેન અગ્રવાલ, મનોજ ચૌહાણ તેમજ અન્ય એક મોબાઇલ નંબર ૮૦૦૧૬૦૪૬પ૦ વાળા એમ કુલ ત્રણ આરોપીઓએ મળી યેનકેન પ્રકારે ઓન લાઇન અરજીમાંથી ફરીયાદીનો મો. નં. મેળવી, અન્ય વિગતો હાથવગી કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં અલગ અલગ રકમની ભરપાઇ કરાવી કુલ રૂ. ૧,૬૯,રપપ ની ઠગાઇ કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

મોરબી સાસુ-નણંદના ત્રાસથી પરિણિતાએ એસીડ ગટગટાવ્યું

મોરબીના યમુનાનગરમાં રહેતી ધારાબેન ઉર્ફે ખીમીબેન ઉર્ફે રાધુબેન કનુભાઇ કુંભાભાઇ પરસાડીયા-ભરવાડ નામની પરિણિતાએ સાસુ મીનાબેન નણંદ લખીબેન, રાજુબેન રહે. રામા મંદિર પાસે નઝરબાગ, મોરબી દ્વારા અવાર-નવાર 'તું તારા માવતરાયાને અવારનવાર કેમ ચઢાવે છે ?' તેવા મહેણા મારવામાં આવતા અને માનસીક ત્રાસ સહન નહી થતા પરિણિતાએ એસીડથી જતાં સારવારમાં ધકેલાઇ હતી.

(3:38 pm IST)