Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમરેલી એલસીબીએ ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપ્યું: ર.ર૧ લાખની બનાવટી ચલણી નોટો સાથે ર ની અટકાયત

જુનાગઢના રહેણાંક મકાનમાં કલર ઝેરોક્ષ પ્રીન્ટરમાં ચલણી નોટ છાપવાનું કારસ્તાન ચાલતુ હોવાની બાતમીના આધારે પડાયેલો દરોડો સફળ

અમરેલી, તા.,૧૨: નોટબંધી બાદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતાં હોવાની હકીકત ધ્યાને આવતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જીલ્લામાં બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતાં હોવાની શંકા વાળા શંકાસ્પદ ઇસમો અંગે વોચમાં રહેવા અમરેલી એલ.સી.બી.ને જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. 

 જે અન્વયે ગઇ કાલ તા.૧૧/૦૧/૨૦૧૯ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમ ધારી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે વિસાવદર તરફથી એક સફેદ કલરની ઇકો ફોરવ્હીલ વાન જેના રજી.નં. જી.જે.૧૧.બીએચ.૩૬૪૦ છે તે ધારી તરફ આવે છે અને તે ઇકો વાનમાં શંકાસ્પદ મુદ્દામાલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે બાતમી આધારે ધારી ટાઉનમાં લાઇબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી સદ્યન વાહન ચેકીંગ હાથ ધરતાં બાતમી વાળું ઇકો વાન આવતાં તેને રોકી ચેક આ ફોરવ્હીલમાં બેસેલ બે ઇસમોના કબજામાંથી જુદા જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવેલ છે.

આ કૌભાંડમાં (૧) ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી, ઉં.વ.૩૧, રહે.મુળ ગામ દાતરાણા, તા.મેંદરડા, જી.જુનાગઢ, હાલ રહે.જુનાગઢ, મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-૩૦૨  (ર) વિક્રમસિંહ કેસરસિંહ પવાર, ઉં.વ.૩૦, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ રાજસ્થાન, ગામ- ઉસ્માનીયા, તા.આસપુર, જી.ડુંગરપુર હાલ. જુનાગઢ, મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-૩૦૪ને પકડી લેવાયો છે.

તેમજ બ નાવટી ભારતીય ચલણી નોટો જેમાં રૂ.૨૦૦૦/- ના દરની નોટ નંગ-૫૩ તથા રૂ.૫૦૦/- ના દરની નોટ નંગ-૯૭ તથા રૂ.૨૦૦/- ના દરની નોટ નંગ-૨૧૨ તથા રૂ.૧૦૦/- ના દરની નોટ નંગ-૨૪૦ તથા રૂ.૫૦/- ના દરની નોટ નંગ-૬ તથા રૂ.૧૦/- ના દરની નોટ નંગ-ર ની કિંમતની મળી કુલ નોટ નંગ-૬૧૦ જે રૂ.૨,૨૧,૨૨૦/- ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઇલ ફોન નંગ-ર, કિં.રૂ.૩૦૦૦/- તથા મારૂતિ સુઝુકી ઇકો ફોર વ્હીલ રજી.નં. જી.જે.૧૧.બીએચ.૩૬૪૦ કિં.રૂ.૨,૫૦,૦૦૦/- તથા રેકઝીનનો થેલો-૧, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં. રૂ.૨,૫૩,૦૦૦/- નો મુદ્દામાલ.   પકડાયેલ બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી ધારી પો.સ્ટે.માં સોંપી આપેલ છે. ઉપરોકત આરોપીઓની પુછપરછ દરમ્યાન આ બનાવટી ચલણી નોટો કલર ઝેરોક્ષ મશીન કમ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કરતાં હોવાનું ખુલવા પામતાં બગસરા પો.સ.ઇ. શ્રી.ડી.કે. સરવૈયાનાઓએ આરોપી ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદીને સાથે રાખી તેના જુનાગઢ મુકામે આવેલ રહેણાંક મકાને છાપો મારતાં ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્ષ/પ્રિન્ટર કિં.રૂ.૫૦૦૦/- તથા પ્રિન્ટરની શાહી, નોટો છાપવા માટેના કાગળો, કાતર વિ. સાધનો પકડી પાડી તપાસ માટે કબજે લીધેલ છે. સદરહું ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પણ પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.  

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાદ્યેલા તથા તથા બગસરા પો.સ.ઇ. શ્રી.ડી.કે.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(3:30 pm IST)