Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભાવનગરમાં સર ટી,હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ : ડી,એસ,પી-,ડીવાયએસપી સહિતનાએ કર્યું રક્તદાન

અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેશન કર્યું

ભાવનગર : અહીંની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની બ્લડબેંકમાં બ્લડની જરૂરીયાત ઉભી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલને જણાવતા તેઓએ તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ. જેમાં ડીએસપી માલ, ડીવાયએસપી મનિષભાઈ ઠાકર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેશન કર્યું હતું 

   આ કાર્યક્રમમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.કૈરવીબેન જોશી, ડો.ચિન્મયભાઈ શાહ તથા બ્લડ બેંક ઈન્ચાર્જ ડો.પ્રગ્નેશભાઈ શાહ હાજર રહેલ.

 આ કેમ્પને સફળ બનાવવા માટે ડીએસપી માલ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને બ્લડ બેંક સર ટી. હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ પ૬ રક્તદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કરયુ હતું

(3:13 pm IST)