Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જૂનાગઢમાં ૧II કરોડ ગૌરક્ષા જાપ

શ્રી જલારામબાપા તથા શ્રી વીરબાઇમાં મંદિરમાં ગૌભકિતના અનેરા દૃશ્યો

જૂનાગઢ તા.૧૨ : અત્રેના પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલ શ્રી જલારામબાપા તથા શ્રી વીરબાઇમાંના મંદિરમાં ગૌભકિતના અનેરા દૃશ્યો દૃશ્યમાન થઇ રહ્યા છે. ધનારખ (ધનુર્માસ) નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિજમંદિર ખાતે ૧ માસ દરમિયાન ૧ાા કરોડ ગૌરક્ષા જાપનો લક્ષ્યાંક રાખવામાં આવેલ પરંતુ જણાવતા આનંદ થાય છે. ૧ા કરોડને બદલે ર કરોડ ગૌરક્ષા જાપ થશે તેવો અંદાજ છે. ભાવિક ભાઇ બહેનો દ્વારા અવિરતપણે ગૌરક્ષા જાપને કારણે ર કરોડ જાપ થશે તેવો અંદાજ મંડાઇ રહ્યો છે.

આ ગૌરક્ષા જાપનું વિશિષ્ટ પાસુ એ રહ્યુ છે કે કેટલાક બહેનો દ્વારા વહેલી સવારથી મોડી સાંજ સુધી ભુખ્યાપેટે (ઉપવાસ કરીને) મંદિરમાં જ બેસીને ગૌરક્ષા જાપ કરવામાં આવતા ગૌભકિતના અનેરા દર્શન થઇ રહ્યા છે.

સેંકડો ભાઇ બહેનો મંદિરમાં બેસીને ગૌમાતાની પ્રતિકૃતિ ની સામે બેસીને ગૌરક્ષાના જાપ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

તા.૧૪-૧-૧૯ મકરસંક્રાંતના દિવસે ગૌરક્ષા જાપને ૧ મહિનો પુર્ણ થશે ત્યારે મંદિરમાં સાંજે મહિલા સત્સંગ પુર્ણ થયે આરતી સમયે પુર્ણ થયેલો અંદાજે ર કરોડ જાપ અસંખ્ય ભાવિક ભાઇ બહેનોને હાજરીમાં મંદિર ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂ સહિત અનેક ભકત ભાઇ બહેનો અને ગૌભકતો દ્વારા ગૌમાતાને ચરણે ધરી ગૌમાતાના આશિર્વાદ મેળવાશે અને ગૌમાતાઓની રક્ષા માટે મનોમન સંકલ્પ થશે.

સાડા ત્રણ દાયકાથી મકરસંક્રાંતિએ અખંડ રામધૂન

જૂનાગઢમાં સાડા ત્રણ દાયકાથી મકરસંક્રાંતિના દિવસે અખંડ રામધૂનની પરંપરા આ વર્ષે પણ લાયન ફુટવેર વાળા ઉદ્યોગપતિના ગુરૂકૃપાવિલા ખાતે જળવાશે.

જૂનાગઢ શહેર મધ્યે ગંધ્રપવાડામાં રહેતા લાયન ફુટવેર વાળા ઉદ્યોગપતિ ગોપાલભાઇ રવજીભાઇ યાદવ પરિવાર દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી મકરસંક્રાંતી ના દિવસે ૨૪ કલાક અખંડ રામધુનનુ આયોજન થાય છે તે રીતે આ વર્ષે પણ ૧૪ જાન્યુ સોમવાર સવારે ૭ થી મંગળવાર સવારે ૭ સુધી અખંડ રામધુન યોજાશે.

આલીધ્રાના બ્રહ્મઋષિ બાપુની પ્રેરણાથી લાયન ફુટવેર પરિવાર તરફથી ૩૬ વર્ષથી યોજાતી અખંડ રામધૂનનો ધર્મલાભ લેવા માટે ગુરૂકૃપાવિલામાં ગોપાલભાઇ યાદવે ભાવિકોને નિમંત્રીત કર્યા છે.(૪૫.૩)

(12:11 pm IST)