Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પોરબંદરના પુરાણ પ્રસિદ્ધ સુદામાજી મંદિરનો સોમવારે પાટોત્સવ

સ્વ.ઠા.હરિદાસ કુરજીભાઇ લાખાણી પરિવાર દ્વારા સાડા પાંચ દાયકાથી પાટોત્સવની ઉજવણીઃ સુદામાજી મંદિરમાં મૂર્તિ નહીં ચિત્ર સ્વરૂપ બિરાજમાન

પોરબંદર તા.૧૨: વિક્રમ સંવત ૨૦૧૯ પોષસુદ ૮ સોમવાર તા. ૧૪  અંગ્રેજી કેલેન્ડર તારીખ મુજબ યોગાનુંયોગ મકર સંક્રાંતિના દિને અત્રેના પ્રાચીન પોૈરાણિક મહાભારત અને શ્રીકૃષ્ણ યુગ સાથે સંકળાયેલ શ્રીકૃષ્ણના પરમ બાલ સખા અતિ દરીદ્ર બ્રાહ્મણ શ્રી સુદામાજીશ્રી દામાનો ૧૨૦ એકસો વીસમો પાટોત્સવ ઉજવાશે.

છેલ્લા આશરે ૫૪ ચોપન વર્ષથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના નિ.ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી લોહાણા મહાજન પરિવારના હોલસેલ કાપડના વેપારી સ્વ. ઠા. હરિદાસ કુરજી લાખાણી અને સ્વ. પોપટભાઇ લાખાણી દ્વારા તેઓશ્રીના પરિવાર દ્વારા સોમવારે ઉજવવામાં આવશે.

ભારતમાં એક એવું યાત્રધામ છે કે, આ મંદિરમાં શ્રી કૃષ્ણ (દામોદર રાધવ) મહાલક્ષ્મી સ્વરૂપ શ્રી રૂક્ષ્મણીજી બિરાજમાન છે. મંદિરમાં શ્રી સુદામા યાને શ્રી દામાની અન્ય મંદિરની જેમ તેઓશ્રીની મુર્તિ નથી. કોઇ પ્રાચીન યાદગાર વસ્તુ નથી. તેમ છતાં સુદામાજીનું નામ સમગ્ર વિશ્વમાં પ્રચલીત છે.

શ્રી સુદામાજી અને યોગેશ્વરશ્રી આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મધ્યપ્રદેશ ઉજજ્ૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા-વિદ્યાભ્યાસ કરતા હતા. સાંદિપની ઋષિને શ્રીકૃષ્ણ સુદામા પર અત્યંત પ્રેમ-સ્નેહ અને ગુરૂપત્નીને માતૃભાવ સાથેનો પ્રેમ રહેલ. અભ્યાસ કાળ દરમ્યાન ગુરૂપત્નીની આજ્ઞાથી જંગલમાં લાકડા કાપવા માટે શ્રીકૃષ્ણ સુદામાજીને જંગલમાં લાકડા કાપવા મોકલેલ. ભુખ લાગે તો એક પોટલીમાં ચણા શેકેલા બાંધ આપેલ. આ સમયમાં જંગલમાં મુશળધાર વરસાદ પડે છે. બંન્ને મિત્રો વિખુટા પડી જાય છે. સુદામાને ભુખ લાગે પોતાના ભાગના તેમજ શ્રીકૃષ્ણના ભાગના ચણા આરોગી જાય છે. જે અદ્દભુત પ્રસંગ ''સુદામા ચરિત્ર'' માં જોવા મળે છે. શ્રીકૃષ્ણને તેમને દારિદ્રતા આપે છે. સુદામા પણ ઇચ્છતા હતા કે પોતાના ઇષ્ટ પ્રભુ શ્રી કૃષ્ણ સન્મુખ રહેવું હોય તો નિર્ધન નિરાભીમાની રહેવું. ભકત સુદામા-શ્રીકૃષ્ણ હૃદયમાં વસી ગયેલ. તેને અનુરૂપ મિત્રતાની ધન્યતા બતાવતો પ્રસંગ પોરબદરથી સુદામા દરિદ્રતા અવસ્થામાં પત્નીના કહેવાથી કાંઇક શ્રીકૃષ્ણ પાસેથી મેળવવાની આશાએ પત્નીના આગ્રહથી બાળકો ભુખે રહે નહીં તે માટે શ્રીકૃષ્ણ પાસે દ્વારકા મોકલે છે. આઠ દિવસની મહેમાનગતિમાં એક શબ્દ બાલમિત્ર શ્રી સુદામા શ્રી કૃષ્ણ પાસે કાંઇપણ યાચના કરતાં નથી. પરંતુ શ્રીકૃષ્ણ સુદામા પાસે તેમની પત્ની (ભાભી)એ મોકલાવેલ. તાંદુલ-પૌવાની પોટલી ફાટેલા કપડાંની પરાણે આંચકી લ્યે છે. પોતે ભાભીએ મોકલાવેલ તાંદુલ-પૌવાને આરોગી રાણીવાસમાં મોકલી આપે છે તે ધન્ય પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવદ્ સ્કંદપુરાણ-સુદામા ચરિત્રમાં તેમજ હરિકથા કરતા વિદ્વાન કથાકારો કરે છે. અદ્ભૂત પ્રસંગને જે રીતે હરિકથાકાર-કહેનાર કે વ્યાસ પીઠ બેસી શ્રીમદ્ ભાગવદ્ કથાકારણ વર્ણન કરી આબેહુબ ભાવનાત્મક વર્ણથી જે પ્રસંગ જીવંત કરે છે અને શ્રોતાઓને ભાવવંદનમાં ગરકાવ કરી દયે છે.

શ્રી સુદામા સાથે આજના પોરબંદરનો ગાઢોરઘેરો સંબંધ જોડાયેલ છે. અવું અ હકીકત એ બતાવે છે કે પોરબંદર અતિ પ્રાચીન -મહાભારત કરતા પણ અગાવના યુગનું હોવું જોઇએ. સંભવ છે કે રામાયણ કાળમાં પોરબંદર આજનું કોઇ અન્ય નામથી પ્રચલીત હશે. કારણ કે, રામયુગ ત્રેતાયુગમાં જાંબુવન નામનો (રીંછ) યોદ્ધાનું વર્ણન મહિર્ષ વાલ્મીકે રામાયણ ગ્રંથની રચના સાથે બતાવેલ છે. રામાયણ ગ્રંથ પુરાણની રચના રામાઅવતાર પહેલા મહર્ષિ વાલ્મીકે કરેલ હોવાની માન્યતા છે જે હોય તે, પરંતુ પોરબંદર વિસ્તારમાં બરડાડુંગરની ગોદમાં જાંબુવન ગુફામાં આવી વસેલા અને દ્વાપરયુગ શ્રી કૃષ્ણાવતારની પ્રતિક્ષા ાસથે મર્યાદાપુરૂષોતમે આપેલ શ્રીકૃષ્ણાવતારમાં મલ્લયુદ્ધ જાંબુવન સાથે યુદ્ધ કરવા ઉદ્ધારની પ્રતિષા સાથે હૈયાતી શ્રીકૃષ્ણ પર ચડેલ સંયમમુસ્તક મણીનું આડ ઉતારવા શ્રીકૃષ્ણ દ્વારકાથી ગુફા રસ્તે જાંબુવનનો રહેણાંક ગુફામાં આવી બાળકના પારણા પર લટકાવેલ. સંચયમમસ્તક મણી નિહાળે છે જે મેળવવામાં સફળતા મળેલ તે પહેલા પ્રોતાયુગમાં શ્રીરામે આપેલ વચન પ્રમાણે શ્રીકૃષ્ણાવતાર દ્વાપરયુગમાં મલ્લાયુદ્ધ કરી જાંબુવનને હરાવી તેમની પુત્રી જાંબવંતી સાથે લગ્ન કરી શ્રીકૃષ્ણની સાત પરરાણી પૈકી એકમાં સ્થાન મેળવે છે.

શ્રીકૃષ્ણ મથુરા છોડી દવારકા પધારેલ છે ત્યારે રસ્તામાં પોરબંદર નજીકના હાલનું શિંગડા પ્રાચીન વિશ્રામ દ્વારકા-વર્તુળ નદીના કાંઠે રોકાય. આશેષકાળ રામ કરે છે. મુળ દ્વારકા વિસાવાડા વિગેરે ઉલ્લેખ તેમજ આરબી મસુદ્રના કિનારા રાતડી ગામની સમીપ આવેલ હનુમાન માનસ પુત્ર મકરધ્વજની રાજધાની શ્રીનગર આજ પણ હૈયાત છે અને શ્રીનગરનું સૂર્યમંદિર રાજમહેલ વિગેરે દર્શાવે છે.

દ્વારકાનગરી સુવર્ણ નગરીની ઓળખ ધરાવતી હતી તેવી રીતે પોરબંદર પૂર્વકાળનું નામ સુદામાપુરી પણ શ્રીકૃષ્ણે સુવર્ણનગરી સમૃદ્ધિ કરી આપેલ. શ્રીદામા-યાને સુદામાનું દારિદ્રા દૂર કરેલ. હાલના અરબી સમુદ્ર અને ખાડી યાને અસ્માવતી નદીના સંગમ સ્થાન અસ્માવતી ઘાટે સુદામાજી સમય આંતરે વહેલી પરોઢ બ્રહ્મમુુહુર્તમાં સ્નાન કરવા જતાં તે મસયે શ્રીકૃષ્ણે માયારચી સુદામાજીને પોતાની લીલા બતાવી સુદામાપુરી-પોરબંદરને સુર્વણનગરી તરીકે વિકસાવી સમૃદ્ધિ આપેલ તેવી દંતકથા પ્રચીલત છે, પરંતુ આ સુવર્ણનગરી અરબી સમુદ્રમાં ગરકાવ થયાનું મનાય છે તેનું સંધોન થવું જરૂરી છે જે જાણકારી મેળવવા ઉંડાણથી સંશોધન માટે વડાપ્રધાનને રજૂઆત કરી છે.

સુવર્ણ નગરી સુદામાપુરી-પોરબંદરના સંશોધન માટે સને ૨૦૦૧ના ભુકંપ બાદ આરકયોલોજીસ્ટની ટીમ કેન્દ્રમાંથી આવેલ અરબી સમુદ્રમાં સંશોધન કરેલ કેટલાક પુરાવા મળી આવેલ છે. ગોસા-મિયાણી-કુછડીના દરિયા કિનારા વિસ્તારમાં સંશોધન થયેલ કેટલાક પ્રાચીન અવશેષો-સુદામાપુરી-પોરબંદરના મળી આવેલ છે. અને હજુ સંશોધનની જરૂરીયાત રહે છે. સંભવ છે કે, આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની એક પુરાતત્વ ખાતાની ટીમ આવનાર હોવાનું જાણવા મળે છે કેન્દ્ર સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે તે પર આધારીત છે.

હાલનો બરડો ડુંગર-અગ્નિકૃત ખાણ અને ઠંડો જવાળામુખી નો બનેલ છે. અને રૈવત પર્વત જુની ઓળખ ધરાવે છે. આ બરડા ડુંગરની એક શાખ વિજપડી ડુંગરનું સંશોધન તેમજ બાગવદર કિંદરખેડા-બરડા સાગર વચ્ચે આવેલ ''કાનાધાર''ના ખોદાણ દરમ્યાન હુપ્પન સંસ્કૃતિનું અસ્તીત્વ ધરાવે છે. તે સંસ્કૃતિના કેટલાક પુરાવા મળી આવેલા પરંતુ વર્તમાન સ્થિતિ શું છે તે જાણવું જરૂરી છે.  સાથોસાથ આરકયોલોજીસ્ટના અનુમાન પ્રમાણે બરડીયા- કિંદરખેડા-ધુમલી સુધી અરબી સમુદ્રની ખાડી હતી. તેના અવશેષો મળી આવેલ છે. એટલી વાત ચોક્કસ છે. પોરબંદર અતિ પ્રાચીન રામાયણકાળ ત્રેતાયુગથી જોડાયેલ છે. પોરબંદરની ચારેદિશામાં પ્રાચીન સૂર્યમંદિરો કલાત્મક  રીતે આવેલ છે. હાલ ખંઢેેરમાં ફેરવાયેલ છે  કે શું? તેનું અસ્તિત્વ જાણવું જરૂરી છે.(૧.૩)

(12:10 pm IST)