Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કાલાવડના વડાળામાં સોમીબનેને પુત્ર બાબુએ ધક્કો દઇ પછાડી દીધા

બહેનને કેમ કામે જવા દ્યો છો? કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૨: કાલાવડના વડાળા ગામે રહેતાં સોમીબેન અરજણભાઇ ચંદ્રપાલ (ઉ.૯૦) નામના વણકર વૃધ્ધાને તેના પુત્ર બાબુએ ધક્કો મારી પછાડી દેતાં હાથમાં ફ્રેકચર જેવી ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સોમીબેન અને તેના દિકરી જયાબેન ઘરે હતાં ત્યારે પુત્ર બાબુએ આવી માતાને 'તમે કેમ બેનને બહાર કામે જવા દ્દયો છો?' તેમ કહી ઝઘડો કરતાં માતાએ 'એ કામે ન જાય તો ઘરનું ગુજરાન કેમ ચલાવવું?' તેમ કહેતાં પુત્રએ ઉશ્કેરાઇ જઇ ધક્કો મારી દીધાનું જયાબેને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(12:07 pm IST)