Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કવાડીયા ગામ પાસેથી દારૂના ગુનામાં ફરાર ભોમારામ ચૌધરી પકડાયો

મોરબી, તા.૧૨: રેન્જ આઇજીની સ્પેશ્યલ સ્કવોર્ડ બાતમીના આધારે હળવદમાં દરોડો પાડી દારૂના ગુનામાં ફરાર શખ્સને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ જીલ્લામાં અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રાજકોટ રેંજ આઇજી સંદિપસિંહ દ્વારા રેન્જની એક સ્પેશ્યલ સ્કવોડ બનાવાઇ છે જે ટીમના પીએસઆઇ એમ વી પટેલ, મદારસિંહ મોરી અને ભગવાનભાઇ ખટાણા સહિતની ટીમે બાતમીને આધારે હળવદ પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં નવ માસથી નાસતા ફરતા આરોપી ભોમાંરામ લીછમણારામ ચૌધરી (રહે.રામદેવ હોટલ હળવદ ધ્રાંગધ્રા રોડ)ને કવાડીયા ગામ નજીકથી ઝડપી લઇને હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે.(૨૩.૩)

 

(12:06 pm IST)