Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગોંડલ પાસેથી ૩.૮૧ લાખના દારૂ ભરેલી બોલેરો સાથે અરૂણ પરમાર પકડાયો

રૂરલ એલસીબીનો દરોડોઃ બોલેરો ચાલક અને કિર્તિરાજસિંહની શોધઃ દારૂની ૧૧૨૬ બોટલ સહિત રૂ. ૬.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા.૧૨: ગોંડલ પાસે ગુંદાળા ચોકડી પાસે રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડો બોલેરો જીપમાંથી રૂ. ૩.૮૧ લાખના દારૂના જથ્થા સાથે ગોંડલના શખ્સને પકડી લીધો છે. જયારે બોલેરો ચાલક અને દારૂનો જથ્થો મોકલનારની શોધખોળ આદરી છે.

મળતી વિગતો મુજબ રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ ગુંદાળા ચોકડીથી બસ સ્ટેશન તરફથી એક જી.જે. ૪ એટી ૫૪૫૭ નંબરની બોલેરોને શંકાના આધારે રોકી તલાસી લેતા તેમાંથી દારુનો જથ્થો મળી આવતા પોલીસે રૂ. ૩,૮૧,૦૦૦ની કિંમતની દારૂની ૧૧૨૬ બોટલો સાથે એક મોબાઇલ તથા બોલેરો જીપ મળી કુલ રૂ. ૬,૮૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ગોંડલના વાછરા રોડ પર હરભોલે સોસાયટી પાસે રહેતો અરૂણ નંદલાલભાઇ પરમાર (ઉ.વ.૩૫) ને પકડી લીધો હતો. જયારે બોલેરો ચાલક નાસી જતા તેની શોધખોળ આદરી છે. પોલીસે અરૂણની પુછપરછ કરતા કિર્તિરાજસિંહ નામના શખ્સો દારૂનો જથ્થો મોકલ્યો હોવાની કેફીયત આપતા ગોંડલ સીટી પોલીસ મથકના પીએસઆઇ બી.એલ. ઝાલાએ તપાસ આદરી છે.(૧.૯)

(12:06 pm IST)
  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST