Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભાણવડના પાછતરમાં ધો. ૧૧ને મંજૂરી

પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા તથા શિક્ષણવિદ્ ડો. રમેશ ભટ્ટના પ્રયત્નો સફળ

ભાણવડ, તા. ૧ર : ભાણવડ જિલ્લાના પાછતર વિસ્તારમાં ૧ર કિલો મીટરમાં એકપણ ઉચ્ચતર માધ્યમિક શાળા નથી. તાજેતરમાં પાછતર ગામની વી.કે. પરમાર શાળાના આચાર્ય ડો. રમેશભાઇ ભટ્ટ નિવૃત્ત થતાં તેમને પણ ગામના સરપંચ અમરાભાઇ મોરી આગેવાન સતીશભાઇ થાનકીએ રજૂઆત કરી હતી.

ધો. ૧૦ પછી ઉચ્ચ અભ્યાસની સવલત ના હોય દીકરીઓ મોટી સંખ્યામાં અભ્યાસ છોડી દેતી હોય શાળાના નિવૃત્ત આચાર્ય ડો. રમેશભાઇ ભટ્ટ કે જેઓ માનવતાવાદી પ્રવૃતિઓ, જીવદયાની પ્રવૃતિઓ તથા કન્યા કેળવણીના ક્ષેત્રમાં હજુ પણ પ્રવૃત્ત છે. તેમણે બીરૂ ઝડપીને આ બાબતે સ્થાનિક આગેવાન પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને રજૂઆત કરીને તેમના સફળ પ્રયાસોથી ચાલુ વર્ષે ધો.૧૧નો વર્ગ પાછતર ખાતે વી.કે. પરમાર શાળાને મળ્યો છે.

પાછતર, પાછતરડી, ગડુ, દૂધાળા, રાણપર, ઢેબર , ભુવનેશ્વર, હાથલા જેવા આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓને ઘેરબેઠા ઉચ્ચ અભ્યાસની આ સવલત ઉભી થતાં પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા ડો. રમેશભાઇ ભટ્ટનો આભાર માન્યો હતો. (૮.૮)

(12:03 pm IST)