Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

બગસરામાં દારૂની મહેફીલ માણતા ત્રણ શખ્સો ઝડપાયા

બગસરા, તા. ૧ર : બગસરા-જેતપુર રોડે મેઘાણી આવાસની પાછળ ખુલ્લી જગ્યામાં અમૂક ઇસમો પરપ્રાંતિય દારૂની મહેફીલ કરતા હોય જયાં રેઇડ કરતા પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મહેફીલની ચીજવસ્તુ સાથે કેફીપીણુ પીતા ત્રણ ઇસમો (૧) ભાવેશપરી ધીરજપરી ગૌસ્વામી ઉ.વ.ર૯ રહે. બગસરા હુડકોપરા મેઘાણી આવાસ કોલોની (ર) ઇરફાનભાઇ ગફારભાઇ પીંજારા ઉ.વ.ર૪ રહે. બગસરા નદીપરા (૩) દીલીપભાઇ રૂપસીંગભાઇ પરમાર (ઉ.વ.૩૦ રહે. બગસરા નદીપરા વાળા મહેફીલની ચીજવસ્તુ બોટલ, ગ્લાસ, પાણીના પાઉચ તથા સીંગ દાળીયાનું પડીકુ તથા ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની ખાલી બોટલ તથા મોબાઇલ નંગ-૩ મળી કુલ રૂ. ૪૦,૪૦૦/-ના મુદામાલ સાથે પકડાયેલ તેમજ મજકુર ઇસમ ભાવેશપરી ધીરજપરી ગૌસ્વામી ઉ.વ.ર૯ રહે. હુડકોપરા મેઘાણી આવાસ કોલોનીના મકાનની પાછળ પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ ની કિ.રૂ. ૧૮૦૦/-ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના તેમજના.પો.અધિ. જે.કે. ચૌધરીના માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્ટે. પો.સબ ઇન્સ. ડી.કે. સરવૈયા તથા પોલીસ સ્ટાફ પો.કોન્સ. રોહિતભાઇ પરમાર તથા પો.કોન્સ. રાજદીપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. સુરેશભાઇ ધાધલ તથા પો.કોન્સ. યોગેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે. (૮.૭)

(11:59 am IST)