Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વાંકાનેરના ફળેશ્વર મંદિરે આજે રાત્રે સંગીતમય સુંદરકાંડના પાઠ-ભજન

જોડીયાવાળા કલાકાર અલ્કેશભાઇ ઓજા-ભોલેબાબા ગ્રુપ રંગત જમાવશે

વાંકાનેર તા.૧૨: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક શ્રી મુીનબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ફળેશ્વર મહાદેવ મંદિરના ''પ્રાર્થના હોલ''માં આજે તા. ૧૨-૧-૧૯ને શનિવારે રાત્રીના ૯ કલાકથી ''સંગીતમય સુંદરકાંડના પાઠ-ધૂન-સંકિર્તન'' તેમજ ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.

જોડીયાવાળા કલાકાર અલ્કેશભાઇ સોની (ભજનના આરાધક) તેમજ ''ભોલેબાબા ગૃપ''ના સર્વે સાધક-ભાવિક ભકતજનો સાહુહિકમાં સુંદરકાંડના પાઠ-હનુમાન ચાલીસા-ધૂનનું ગાન કરશે ત્યારબાદ ભજનીક શ્રી અલ્કેશભાઇ સોની ભજનોની -ગરબાની રંગત જમાવશે.

આ કાર્યક્રમનો શુભ પ્રારંભ દિપ પ્રગટાવી શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના શ્રી પટેલ બાપુ-તેમજ શ્રી ગાયત્રી શકિતપીઠ-વાંકાનેરના અશ્વિનભાઇ રાવલના હસ્તે થશે. અલ્કેશભાઇના સ્વરમાં સુંદરકાંડના પાઠ તેમજ ભજનો સાંભળવા એક લ્હાવો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત સદ્દગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપુનો જીવનમંત્ર હતો કે ''ભજન કરી અને ભોજન કરાવો'' જે હેતું અનુસાર પૂ. સદ્દગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપુની દયાથી શ્રી ફળેશ્વર મંદિરમાં સાધુ-સંતોને ગરીબોને ભોજન તેમજ શ્રી ફળેશ્વર મંદિરમાં (૧) ગૌશાળા (ર) પક્ષીઓને ચણ, (૩) સાધુ-સંતો તથા ગરીબોને ભોજન, (૪) કોઇપણ આફત સમયે સેવા આ પ્રવૃતિ શ્રી ફળેશ્વર મંદિર દ્વારા કાયમ માટે ચાલું છે.

પૂ. મહંત શ્રી રામકિશોરદાસજી બાપુ અહિયાં રહેતી ''ગાયો''ને દરેક ગાયને નામથી બોલાવતા હતા. તેઓને ગાય માતાની સેવા અતિ પ્રિય હતી. આ જગ્યામાં શ્રી ફળેશ્વર મંદિરમાં ભવ્ય શિવાલય, શ્રી રામ દરબાર, પૂ. સંત શ્રી જલારામાબાપુનું મંદિર-પૂ. રામકિશોરદાસજી બાપુનું મંદિર અખંડ ધૂણો વગેરે છે. આ દિવ્ય પાવન પૂણ્યશાળી પર્વે પધારવા શ્રી ફળેશ્વર સેવા સમિતિ દ્વારા અપીલ કરાઇ છે.(૧.૨)

 

(9:56 am IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST