Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મોરબીના પીપળી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા ચાલક યુવાનનું કરૂણમોત

 

મોરબીના પીપળી રોડ પર અજાણ્યા વાહન ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મોત થયું થયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગેની વિગત મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ લાભુભાઈ અગેચાણીયાના ભાઈના દીકરા વિજયભાઈ ભગવાનભાઈ અગેચાણીયા (.૨૫) વાળો પોતાનું એકટીવા લઈને આવતો હોય દરમિયાન પીપળી થી જેતપર જવાના રસ્તે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અરવિંદભાઈએ ફરિયાદ નોંધાવી છે

(11:46 pm IST)