Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

હળવદની શાળામાં ધાબે લઇ જઇને ર૦ વિદ્યાર્થીઓને મારમાર્યો

સરદાર પટેલ વિદ્યાલયમાં ગૃહપતિનું કારસ્તાન : વાલીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત

હળવદઃ ગૃહપતીએ માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીઓ સારવાર લેતા નજરે પડે છે. (તસ્વીરઃ દિપક જાની-હળવદ)

 હળવદ, તા., ૧રઃ હળવદની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને અગાસી ઉપર લઇ જઇને ગૃહપતિએ માર મારતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ હળવદમાં આવેલ સરદાર પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા ર૦ જેટલા વિદ્યાર્થીઓને ઓછા માર્કસ આવતા ગૃહપતિએ વિદ્યાલયની અગાસી ઉપર લઇ જઇને માર મારતા સનસનાટી મચી ગઇ છે.

સીસીટીવી કેમેરામાં પોતાનું કારસ્તાન ન દેખાય તે માટે ગૃહપતિએ છાત્રોને પહેલા  અગાસી ઉપર બોલાવ્યા હતા. જયાં ઓછા માર્કેસ કેમ આવ્યા? તેમ કહીને માર માર્યો હતો. જેમાંથી રાજુ માકાસણા (ઉ.વ.૧૪), ચિરાગ ચડાસણીયા (ઉ.વ.૧૪)અને કેવલ  ચડાસણીયા (ઉ.વ.૧૩)ને વધુ ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા વાલીઓ સરદાર પટેલ વિદ્યાલય ખાતે દોડી ગયા હતા અને પોલીસ મથકમાં ફરીયાદ રૂપે અરજી આપી હતી. વાલીઓનું કહેવું છે કે આ પ્રકરણમાં ગૃહપતિ ઉપરાંત શિક્ષકોની પણ સંડોવણી હોવાની શંકા છે.

પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે. access_time 6:52 pm IST

  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST