Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પોરબંદરથી દેશદ્રોહી પ્રવૃતિ ચલાવવા ખુફીયા એજન્સીઓની બાજ નજર

સંવેદનશીલ દરીયા કાંઠા વિસ્તારમાંથી દેશદ્રોહી તત્વોની ઘુસણખોરી માટે પ્રયાસોઃ ભુતકાળમાં આરડીએકસ અને હથીયાર લેન્ડીંગ ઝડપાયેલ

પોરબંદર, તા., ૧રઃ ડેન્જર ચાર્લી રોબર્ટ રોઝીના સરર્વેમાં તીસરી આંખ ઇશારો કરે છે કે શું પોરબંદર દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિનું હબ બનાવાઇ રહયું છે.

વિશ્વ પાંચ ખંડમાં વહેચાયેલ છે. મોટો ભાગ જળમાં જ આવેલ છે. પાંચ ખંડો પૈકી એશીયા, યુરોપ, આફ્રિકા, અમેરીકા, ઓસ્ટ્રેલીયા ખંડ આવેલ છે. પાંચ ખંડમાં એશીયા મોટો ખંડ અને ઓસ્ટ્રેલીયા નાના ખંડ ગણાય છે. તેમાં પણ એશીયાખંડમાં આવેલ ભારત (હિન્દુસ્તાન) ઉપખંડ મોટો ગણાય છે. એશીયાના મોટા ઉપખંડમાં આવેલ ભારત ઉપખંડની ભૌગોલીકતા અને તેમના પડ્ઢિમ કિનારામાં આવેલ ગુજરાતનો પડ્ઢિમ કિનારા અરબી સમુદ્રનો ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલોમીટર લંબાઇ ધરાવે છે. જેમાં પોરબંદરના અરબી સમુદ્રના કિનારાનો સમાવેશ પણ થાય છે અને જળવહેવારમાં મધ્યમાં આવેલ છે.

પાકિસ્તાની ખુફીયા એજન્સી આઇએસઆઇની ઘુસણખોરી સાથે વિવિધ આતંકવાદી સંગઠનોના સભ્યો ઘુસાડવા અશાંતી ફેલાવી નુકશાન કરવુ તેવી પ્રવૃતિ વિકસીત બની ગયેલ છે. વધુને વધુ વણસતી જાય છે તે ચિંતાનો વિષય છે. ભારતમાં આઇએસઆઇનો પગપેસારો ઘણો ઉંડો ઉતરી ગયેલ છે અને ઉતરતો જાય છે. ખુફીયા થાણાનો ઇશારો સાગર કાંઠા પર દેશપ્રેમથી ખેîચાઇ સ્વૈચ્છીક સેવા આપતા પોરબંદરના અરબી સમુદ્ર કિનારા પર હર્ષદ મિયાણીથી પોરબંદર-ગોસાબારા, માધવપુર, માંગરોળ સુધી સેવા આપતા ડેન્જર ચાર્લી તેમજ કચ્છના અખાતથી ઓખા, દ્વારકા, હર્ષદ મિયાણી સુધી બાજ જનર રાખતા રોબર્ટ રોનીની સાથે સંપર્કમાં રહેતી તિસરી આંખ ગર્ભીત ઇશારો કરે છે. સતેજ રહેવા જણાવતા જણાવે છે.

પોરબંદર ર૧’ -૩૮ઉતર અક્ષાંશ અને ૬૯’-૩૭પુર્વ રેખાંશ પર આવેલ છે. ગુજરાતના ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલોમીટરના દરીયા કિનારાની મધ્યમાં આવેલ છે વળી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના દરીયા કિનારો સંપુર્ણ રીતે ખુલ્લો અસુરક્ષીત છે અહી પેટ્રોલીંગ જેવું કિનારા પર નામ નથી.

ગોસાબારા ૧૯૯ર આર.ડી.એકસ પ્રકરણથી પોરબંદર આગળ આવ્યુ. કમલાબાગ પોલીસમાં બે વરસ બાદ સને ૧૯૯૪ની સાલમાં સેકન્ડ પાર્ટ ગુ.વ.ના ૪૩/૯૪ની આર.ડી.એકસ. હથિયાર હેરાફેરી ફરિયાદ નોîધાણી હતી.

સને ૧૯પ૬થી સલાયાના વાઘે હાજી તાલાબ આબુબારો સમયાંતરે સને ૧૯૮પ-૧૯૮૬થી અ.સતાર મૌલાના, સ્વ.ગોવિંદ તોરણીયા મમુમીંયા પંજુમીંયા સૈયદના નામ ગાજતા થતા એક સમયે નારણ જાદવ પાસ્તરીયા સુધાનુ નામ ગુંજેલ. મમુમીંયાનું અ.સતાર મૌલાના નામ હજુ વિસરાતા નથી. બે દિવસ પહેલા તિસરી આંખના ઇશારા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છના અરબી સમુદ્રમાં રાત્રીના ર કલાક ૩૪ મીનીટ પછી કચ્છના અખાતમાં કાંઇ સંવેદનશીલ સડવડાટ થયો હતો.

ગુજરાતના ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલોમીટરના સંવેદનશીલ દિન પ્રતિદિન બનતો જાય છે જેમાં પણ પોરબંદરનો દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ રહ્ના છે.

ઉલ્લેખનીય છે કે ૬૦૦ કિલોમીટર દુર ભારતીય જળસીમામાં આંતકવાદીની ઘુસણખોરી, બોટ બાળી નાખવી, અમુક બોટનુ અપહરણ તા.ર૬-૧૧-ર૦૦૮ના મુંબઇ બ્લાસ્ટ, અજમલ કસાબ ઘટના નવા-જુની ર૩ર બસો પ્રથમ ઘટનામાં ત્રણ વરસ પહેલા પકડાયેલ. ત્યારબાદ પ૬૦૦ (૪ર૦૦૭) કિલો હિરોઇન પકડાયુ. કુરીયર વિગેરે જેલમાં છે. તાજેતરમાં ચાર્જશીટ થયુ ત્યારબાદ તા.૭-૮-૯ની ર૦૧૮ની ચર્ચીત કચ્છના અખાતમાં ૧૧ જેટલા મોબાઇલ ટેલીફોન ટ્રેસની ચર્ચીત ચોîકાવનારી છે. અરબી સમુદ્રમાં ડીલીવરી અધરોઅધર થાય છે. પાકિસ્તાની માછીમારો અફઘાનીસ્તાનથી ગારાગોલા (ચરસ-અફીણ-ગાંજા)ની હેરાફેરી કરી ઘુસાડેલ છે. મુંદ્રા બંદરેથી ડીઆરઆઇએ સોનુ, ચંદન વિગેરે પકડાયેલ હતુ. (૪.૮)

(2:19 pm IST)