Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી ૪ ફેબ્રુઆરીના

જામનગર, તા.૧૨ : જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી તા. ૪-૦૨-૨૦૧૮ના રોજ યોજાનાર છે. જેનો ચુંટણી કાર્યક્રમ નીચે મુજબ છે.

ક્રમ

                  વિગત

    કાર્યક્રમ

ચુંટણી નોટિસો/ જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ

તા.૧૫/૦૧/૨૦૧૮

ચુંટણી અધિકારીશ્રીએ ચુંટણી નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ

તા.૧૫/૦૧/૨૦૧૮

ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ

તા.૨૦/૦૧/૨૦૧૮

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ

તા.૨૨/૦૧/૨૦૧૮

ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ

તા.૨૩/૦૧/૨૦૧૮

મતદાનની તારીખ તથા સમય

તા.૦૪/૦૨/૨૦૧૮ (રવિવાર)

 

 

સવારના ૮ થી સાંજના ૫ કલાક સુધી

જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ

તા.૦૫/૦૨/૨૦૧૮

મતગણતરીની તારીખ

તા.૦૬/૦૨/૨૦૧૮

 આ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજનવાળી, મધ્યસત્ર ચુંટણીઓ હેઠળની ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં તથા તેના વોર્ડ બેઠકો વિસ્તારમાં તા.૦૮/૦૧/૨૦૧૮ના રોજ જાહેરાતથી આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. ચુંટણીમાં ઉમેદવાર ઉમેદવારીપત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનુ એકરારનામુ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનુ રહેશે. આ ચુંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનુ રહેશે પરંતુ વ્યાજબી કારણોસર રજુ કરી શ્કે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચુંટણી આયોગના તા.૨૬/૧૧/૨૦૧૬ના આદેશ ક્રમાંકઃ રાચઆ-ચટણ-સ્થા-સ્વ-૨૫-૧૧૨૦૧૬ક થી નિયત કરેલ જુદા જુદા ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી શકશે. રાજય ચુંટણી આયોગે આ ચુંટણી માટેના મતદાનનો સમય સવારે ૮ કલાકથી સાંજના ૫ કલાક સુધીનો નક્કી કરેલ છે. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને નિર્ભય રીતે મતદારો મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર તેમજ વિભાજનવાળી ચુંટણીમાં ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)ના ઉપયોગથી મતદાન લેવામાં આવશે તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(12:46 pm IST)
  • શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે. access_time 6:52 pm IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ access_time 2:14 pm IST