Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભાણવડમાં તસ્કરોનો તરખાટઃ ૧ર દુકાનોના તાળા તૂટયા

ભાણવડઃ તસ્વીરમાં તાળા તૂટેલી હાલતમાં દુકાનનો અને લોકોના ટોળા નજરે પડે છે.

 ભાણવડ, તા., ૧રઃ ભાણવડમાં ૧ર જેટલી દુકાનોના તાળા તોડીનેે તસ્કરોએ તરખાટ મચાવતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ શહેરનાં વેરાડ નાકા બહાર આવેલા માધવ કોમ્પલેક્ષમાં પ દુકાનો બાજુની શેરીમાં એક દુકાન અને સરકારી હોસ્પીટલ સામે ૬ દુકાનોના શટરના તાળા તુટયા હતા. જો કે મોટી રકમની ચોરી ન થતા લોકોએ અને પોલીસે હાશકારો અનુભવ્યો છે.આ તસ્કરો, સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે પોલીસે તેની શોધખોળ આદરી છે.

આ ચોરીની ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પેટ્રોલીંગ વધારવા લોકોની માંગ છે.

(12:02 pm IST)