Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દ્વારકાની મુળવેલ ચોકડી પાસે કારને અકસ્માતઃ ૩ સાધુ સહિત ૪ને ઇજા

દ્વારકા તા. ૧ર :.. દ્વારકા નજીકના મુળવેલ ગામની ચોકડી પાસે ઋષિકેશના સાધુઓની કારને અકસ્માત નડતા ચોકડી પાસેના સીમેન્ટના સ્તંભ સાથે અથડાઇ હતી જેમાં કારમાં સવાર ઋષિકેશ તથા રાજસ્થાનના ત્રણ સાધુઓ  તથા ડ્રાઇવરને હાથ પગ તથા માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ ૧૦૮ ને કરાતાં ૧૦૮ મારફત ચારેય ઇજાગ્રસ્તોમાં નખતસિંહ સખ્તસિંહ, ઉ.૪૦ રહે. રાજસ્થાન, તાનસિંહ વિજયસિંહ ઉ.૪પ, શ્યામપુરી કરૂણાનંદ, ઉ.૬૩, રહે. ઋષિકેશ તથા કરૂણાનંદપુરી ભદ્રકુરી મહારાજ, ઉ.૭૪, રહે. ઋષિકેશને દ્વારકા સી. એચ.સી. ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:56 am IST)