Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગાંધીધામમાં રૂ. ૧૫ લાખની ચોખાની ચોરીમાં ૪ની અટકાયત

ભુજ તા. ૧૨ : ગાંધીધામના નીલકંઠ વેરહાઉસમાંથી થયેલા ચોખાની ચોરીનાં ગુનામાં પોલીસે અબ્દુલ નુરમામદ ભટ્ટી, મુસા નુરમામદ ભટ્ટી અને કાસમ ઇશા સોઢા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ કેસમાં ૪થા આરોપી લવિંગજી હીરાજી ઠાકોરની સમી પાટણમાંથી ધરપકડ કરાઇ છે.

આ સમગ્ર કેસની તપાસ ભચાઉ પોલીસને સોંપાઇ છે. ચોરીનો આ ગુનો બે વર્ષ પહેલા ભચાઉ પોલીસમાં નોંધાયો હતો. જ્યારે ચારેય શખ્સોની અટકાયત ગાંધીધામ બી-ડીવી. પોલીસે કરી હતી.

(11:52 am IST)