Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

હળવદમાં સતવારા સમાજ દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ફુલડે વધાવ્યા

હળવદ, તા. ૧૨ :. અહીંની શરણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હળવદ તાલુકાના સતવારા સમાજ દ્વારા રાજ્યના પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા પરમાર, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા અને ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. કે.એમ. રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ દવે, ચતુર ચરમારી, જીલ્લા પંચાયતના સદસ્યો ધર્મેશ પટેલ, હેમાંગ રાવલ, અનિરૂદ્ધસિંહ ખેર, ભીખાભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. સન્માન સમારોહને સફળ બનાવવા લઘમણભાઈ છગનભાઈ દલવાડી, નારણ જીવાભાઈ દલવાડી, જેન્તીલાલ ધરમશીભાઈ દલવાડી, ભવાન નથુભાઈ દલવાડી, સુંદર ઉકાભાઈ દલવાડી, લાલજી છગનભાઈ દલવાડી, રાઘવજી ખોડાભાઈ દલવાડી, નરોતમ આંબાભાઈ દલવાડીએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:50 am IST)