Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જુનાગઢમાં રાજયભરની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વિવિધ સ્પર્ધામાં દિવ્ય ઓજસ પાથર્યા

જુનાગઢ, તા., ૧રઃ જાણીતી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ તથા સત્યમ સેવા યુવક મંડળના સહકારથી તાજેતરમાં અભ્યાસ સહીતની ઇતર પ્રવૃતિઓમાં પણ તેજસ્વી એવા ગુજરાતભરની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સાડી પરીધાન, વકતૃત્વ સ્પર્ધા તથા જુના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૩૦ થી વધુ બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લયબધ્ધ રીતે વિવિધ સ્ટેપમાં કોઇ પણ ભુલ વગર રજુ કર્યા હતા તેમજ સાડી પરીધાન કરી સ્ટેજ ઉપર ઉપસ્થિત થયેલ હતી. ફિલ્મી ગીતમાં પ્રથમ નંબર ગોધરાની દેશાઇ હેપીબેનનો આવેલ હતો.

વકતૃત્વ સ્પર્ધામાં પાઠક દક્ષાબેન (રાજકોટ)નો આવેલ હતો તેમજ સાડી પરીધાનમાં પાર્સલી અંધમાં ઇડરથી આવેલ પરમાર વૈભવી, જેતપુરની ભાલીયા કાજલ અને પોરબંદરની સ્વાદયા ભારતીનો આવેલ હતો. તેમજ ગાડી પરીધાનમાં ટોટલી અંધમાં રાષ્ટ્રીય અંધજન મંડળની મધુબેન વાલાવી, હરીપુરની, પાટડીયા તેજલ તેમજ અંધ કન્યા છાત્રાલયની બાબરીયા સંગીતાનો નંબર આવેલ હતો. કાર્યક્રમનું ઉદઘાટન જુનાગઢના મેયર આદ્યાશકિતબેન મજમુદાર, કમિશ્નર વી.જે.રાજપુત તથા ધાારસભ્ય ભીખાભાઇ જોષી, પી.એન.આજકીયાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ હતું. ગુજરાતભરમાંથી આવેલ બહેનોને લંડન સ્થિત રમણીકભાઇ રાણીંગા તરફથી દરેક બાળાઓને ૧૦૧ રોકડ પુરસ્કાર તથા આઇસ્ક્રીમ ખવડાવેલ. તેમજ ભોજન માટે દામજીભાઇ બેચરભાઇ પરમાર તથા રાજુભાઇ થાનકીના સહયોગથી આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી પી.બી.ઉનડકટ, અમુદાનભાઇ ગઢવી, શ્રેયષભાઇ દેવાણી, હરસુખભાઇ વઘાસીયા, વજુભાઇ ધકાણ, ક.ેબી.સંઘવી, વિજયભાઇ કિકાણી, હુસેન હાલા, મનોજભાઇ સોલંકી, અશોકભાઇ મંગનાણી, જીતુભાઇ જોષી, મનીષભાઇ લોઢીયા, ડો.પાર્થ વી.ગણાત્રા, નરસિંહભાઇ વાઘેલા, લંડનથી મનુભાઇ પોપટ, કિશોરભાઇ ચોટલીયા, અભયભાઇ ચોકસી, અમુભાઇ પાનસુરીયા, ભરતભાઇ રાવલ, રૂપલબેન લખલાણી, આરતીબેન જોષી, વિજયાબેન લોઢીયા, જાગૃતીબેન ખારોડ, શારદાબેન ગાજીપરા, રૂચીબેન જોષી, જયશ્રીબેન સંઘવી, જયશ્રીબેન ભટ્ટ વગેરેએ પ્રજ્ઞાચક્ષુ બહેનોને પ્રોત્સાહન કરવામાં આવેલ હતી.

સંસ્થાના વડા સી.જે.ડાંગરને ૭પ વર્ષ પુરા થતા અમૃત ઉત્સવ ઉજવવામાં આવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેને. ટ્રસ્ટી શ્રી સી.જે.ડાંગર, મનસુખભાઇ વાજા, બટુકબાપુ, સંતોષબેન મુદ્રા, વી.એમ.ચૌહાણ, અરવિંદભાઇ મારડીયા, અલ્પેશભાઇ પરમાર, કિરણબેન ડાંગર વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સારસ્વતી વંડી વિનામુલ્યે આપવામાં આવેલ હતી.

(11:46 am IST)
  • વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ access_time 4:04 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST