Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગોંડલમાં રરમીએ ડાક અદાલત લોકોની સેવાને લગતા પ્રશ્નો ઉકેલશે

ગોંડલ, તા.૧૨ : ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાનો અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન કરવા જઇ રહયું છે. વર્ષ ૨૦૧૮ ની ચોથી ત્રિમાસીક ડાક અદાલતનું આયોજન તા.૨૨ ને સોમવારે ૧૬:૦૦ કલાકે અધિક્ષક ડાકઘર ગોંડલ, બીજો માળ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ ગોંડલ માં કરાયું છે.

આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોનો તેમજ પેન્શનરની ફરિયાદો નો વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદેશ છે અને આ માટે અધિક્ષક ડાકઘર, ગોંડલ દરેક ફરિયાદીને વ્યકિતગત રીતે સાંભળશે તથા ફરીયાદોના વ્યાજબી નિરાકરણ આપશે. આથી દરેક નાગરીકને જણાવવામાં આવે છે કે ટપાલ વિભાગ ની સેવાને લગતી ફરિયાદો અધિક્ષક ડાકઘર, બીજો માળ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ ગોંડલ ૩૬૦૩૧૧૧ ને તા.૧૯ સુધીમાં મોકલી આપશો.

સામાન્ય પ્રકારની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાંં આવશે નહિ તથા ફરિયાદ કોઇ એક મુદા ઉપરજ આપવાની રહેશે. એક થી વધુ મુદાની ફરિયાદ પર ધ્યાન આપવમાં નહી આવે જેની દરેક નાગરિક ખાસ નોંધ લેવી.

(11:45 am IST)