Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જસદણ પાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાઃ ૧૧૮ જેટલા દાવેદારો

ચૂંટણી ઇન્ચાર્જ અને લોહાણા અગ્રણી ભરતભાઇ અનડકટ, ભાનુભાઇ મેતા, જશુમતીબેન કોરાટ સમક્ષ ફોર્મ ભર્યા

જસદણ તા. ૧૨ : જસદણ નગર પાલિકાની આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા જસદણ ખાતે સેન્સ લેવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ ભાજપના નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભર્યા હતા.

 જસદણ નગરપાલિકા માટે સાત વોર્ડની અઠયાવીસ બેઠકો માટે કુલ ૧૧૮ દાવેદારોએ પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકો સમક્ષ ફોર્મ ભર્યા હતા. એક વોર્ડની ચાર બેઠકો દીઠ સરેરાસ સોળ દાવેદાર આવ્યા હતા.

(11:44 am IST)