Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

બોટાદમાં મકરસંક્રાંતિ પ્રસંગે પુણ્યદાન કરીને ઘાયલ પક્ષીઓ બચાવ કામગીરી કરાશે

ગૌરક્ષકો-કાઠી ક્ષત્રિય સેના અને પક્ષી બચાવ સમિતી કાર્યરત

બોટાદ, તા.૧૨ : ગૌરક્ષક અને કાઠી ક્ષત્રિય સેના (સૂર્યસેના) ના પ્રમુખ અને પક્ષી બચાવ સમિતીના અધ્યક્ષ સામતભાઇ જેબલીયા અને તેમની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ અને ઉલ્લાસના પવિત્ર પર્વ મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સુર્ય પૂજા (સુર્યને જળ ચડાવી), ગાયોને ઘાંસ, કબુતરને ચણ, ગરીબ સાધુ-બ્રાહ્મણ-ફકીરો જરૂરીયાતમંદોને મિષ્ટાનયુકત ભોજન સાથે રોકડ દાન દક્ષિણા નાના ભૂલકાઓને પતંગ દોરાનું વિતરણ સાથે ૧૧૧(એકસો અગીયાર) ધાબળા, ધુસાનું દાન કરશે. આ ધાબળા વિતરણ માટે વહેલી સવારે આશરે ૪ વાગ્યે બોટાદના અનેક વિસ્તારો કે જયાં ગરીબ સાધુ-બ્રાહ્મણ-ફકીરો, ગરીબ માણસો ઓઢયા વગરના નિરાધાર ઠંડીથી ધ્રુજતા સુતા હોય તેવા લોકોને રેલ્વે  સ્ટેશન, જુના બસ સ્ટેશન, ધર્મશાળા, જેવા સ્થળોએ જઇ ધાબળા ધુસાનું વિતરણ કરવામાં આવશે. અને તા. ૧૩/૧/૨૦૧૮ થી ૧૫/૧/૨૦૧૮ દરમ્યાન પતંગબાજેાને ખાસ વિનંતી કે કાચ પાયેલા   ચાઇનીઝ દોરાનો ઉેપયોગ ન કરવો અને સવારે ૬ થી ૮ અને સાંજે પ થી ૭ દરમ્યાન પતંગ ન ચગાવવીકારણ કે આ સમય દરમ્યાન પક્ષીઓ પોતાના માળામાં (ઘરે) આવન-જાવન કરતા હોય તેમજ અમો પક્ષી બચાવ સમિતીના સભ્યોશ્રી પક્ષી બચવ કામગીરી કરવાના હોય તો આપણા બોટાદ શહેરમાં કોઇપણ જગ્યાએ પતંગના દોરાથી કે અન્ય રીતે ઘાયલ પક્ષીઓ ધ્યાનમાં આવે તો બોટાદના પક્ષી બચાવ સમિતીના અધ્યક્ષ સામતભાઇ જેબલીયા મો.નં. ૯૮૨૪૩ ૯૦૧૩૩  ઉપર તેમજ ઉપાધ્યક્ષ ગજેન્દ્રભાઇ ખાચરના મો.નં. ૯૭૩૭૨ ૧૨૬૧૨ તેમજ રવિરાજભાઇ જેબલીયાના મો.નં. ૯૭૧૪૭ ૫૦૬૩૩ તથા ભાવેશભાઇ પરમાર (ભોળાનાથ) ના મો.નં. ૯૭૨૩૭ ૮૦૫૫૫ તથા સુખદેવસિંહ ગોહિલના મો.નં. ૯૩૭૬૬ ૨૨૨૨૧  તથા દેવરાજભાઇ ડાંભલાના મો.નં. ૯૯૯૮૮ ૮૯૯૬૫ ઉપર ફોન કરવો. તેથી પક્ષી બચાવ સમિતીના સભ્યો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જઇ ઘાયલ પક્ષીને પાટાપીંડી સારવાર કરી જરૂર જણાશે તો  બટોદ મહાજન પાંજળાપોળમાં મુકી આનવશે. અને તેનું પુન્ય તમો ફોન કરનારને  પ્રાપ્ત થશેે. આ મકરસંક્રાંતિનો પર્વ એટલે એકગણું દાન અને સહસ્ત્ર ગણું પુન્ય પ્રાપ્ત કરવાનો પવિત્ર દિવસ હોય તો પુન્યદાન કરવું અને અમો પક્ષી બચાવ સમિતીને સહયોગ આપવો. તેમ બોટાદના ગૌરક્ષક તથા પક્ષી બચાવ સમિતીના અધ્યક્ષ સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:42 am IST)