Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જુનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા આરોગ્ય વિષયક પ્રવચન

 જુનાગઢઃ શ્યામ મહિલા મંડળની મીટીંગમાં શુભમ હોસ્પિટલના ડો.ખ્યાતિબેન ટાંક તથા શિવમ હોસ્પિટલના ડો.ભારતીબેન ટાંક દ્વારા મહિલાઓની સૌથી મોટી સમસ્યા મોનોપોઝ વિશે પ્રોજેકટર દ્વારા સરળતાથી દરેક બહેનોને સમજાય તેવી માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ પ્રશ્નોતરી રાખવામાં આવેલ. જેમાં ઘણી જ બહેનોએ પોતાની સમસ્યા જણાવી હતી અને તેના જવાબો બંને ડો.બહેનો દ્વારા સમજાવવામાં આવતા દરેક બહેનોને પોતાની સમસ્યાઓનુ નિરાકરણ થયુ હતુ. શ્યામ મહિલા મંડળના આમંત્રણને માન આપી પધારેલા પ્રો.અનુજા રાહુલ ગુપ્તા વુમન પાવર વિશે જણાવતા કહ્યુ કે મહિલાઓ શિવ અને શકિતનું સ્વરૂપ છે. દ્રઢ મનોબળ અને ઇચ્છાશકિતથી કાર્ય કરવામાં આવે તો જરૂરથી સફળતા મળે જ છે. મંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન ગોહેલ કહ્યુ કે મંડળના આમંત્રણને માન આપી પ્રો.અનુજા ગુપ્તા પધાર્યા અને અમારી બહેનોને વુમન પાવર વિશે ખુબ સરળ માહિતી સાથે ડો.ભારતીબેન ટાંક દ્વારા પ્રશ્નોના ખુબ જ સરસ રીતે આભાર મીનાબેન ગોહેલે માહિતી આપી કે મકરસંક્રાંતિના દિવસે જરૂરીયાતમંદ બાળકોને પતંગ, દોરા તેમજ લાડુ, ચીકી વગેરેનું વિતરણ કરવામાં આવશે અને ર૬મી જાન્યુઆરીના રોજ શ્યામ વિદ્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવશે તેમજ આગામી તા.પના રોજ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. કન્વીનર શ્રી કિશોરભાઇ ચોટલીયાએ જણાવેલ કે આજે પ્રો.અનુજા ગુપ્તા દ્વારા વુમન પાવર વિશે જે વકતવ્ય આપેલ તે હૃદયસ્પર્શી હતુ. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ મીનાબેન ગોહેલ, જોત્સનાબેન ટાંક, મીનાબેન ચૌહાણ, છાંયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, નીમુબેન ટાંક, કંચનબેન ચૌહાણ તેમજ મંડળની બહેનો હાજર રહેલ સાથે કન્વીનર શ્રી કિશોરભાઇ ચોટલીયા ત્થા ભરતભાઇ ભાલીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. સ્વાગત પ્રવચન શ્રી જયોત્સનાબેન ટાંક અને આભારવિધિ શ્રી ભરતભાઇ ભાલીયા દ્વારા કરવામાં આવેલ. પ્રો.અનુજા ગુપ્તાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:41 am IST)