Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મોરબીમાં જમીન પર કબ્જાકેસમાં પકડાયેલ બે આરોપીઓ જામીન પર

મોરબી તા.૧૨ : શહેરનાં રોડીદાસપરામાં જમીન પર કબ્જો કરવાનાં કેસમાં પકડાયેલ બે આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા બાંધકામ નો વ્યવસાય કરતા હુસેનભાઈ અભરામભાઈ સુમરા એ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રોહિદાસપરામાં સ્ટેશન પાછળનાં ભાગે તેમની જમીન આવેલી છે જેમાં ફેન્સીગ પણ કરેલી છે તે ફેન્સીગ તોડી ને ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું જે બાબતે ફરિયાદ કરવા જતા તેને ગાળો આપી તેમજ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઇન્દ્રીશ મેપા જેડા, સુભાન જેડા, ગુલઝર મોવર, અબુ હાજી જેડા રહે બધા મોરબી અને નિઝામ કરીમ જેડા રહે ઢુંવા વાકાનેર વાળા સહીત ના પાંચ સામે ફરીયાદ નોંધાવી હતી જે મામલે તપાસ ચલાવતા બી ડીવીઝન પોલીસે આરોપી અબ્દુલ ઉર્ફે અબુ હાજી જેડા અને સુભાન જેડા એ બંનેને ઝડપી લીધા બાદ બંને આરોપીને જામીન મળી જતા જામીન મુકત થયા છે જયારે બાકીના ત્રણ આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે.

(11:39 am IST)