Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વાંકાનેરના ટીઆરબી જવાન પર અગંત અદાવતની ખાર રાખી બે શખ્સોનો હુમલો

જમણા ગાલ પર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેરના ગ્રામરક્ષક દળના જવાન પર તેના જ ગામના બે શખ્સોએ દ્વારા અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોપ જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

  મળતી વિગત મુજબ વાંકાનેરના લીંબાળા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કડીવાર ટીઆરબી શાખા વાંકાનેરમાં ફરજ બજાવે છે.તેમજ ફરિયાદી ઈમ્તિયાઝભાઈ તેનું મોટર સાઈકલ ચલાવીને જતા હોય તે વખતે બે દિવસ પહેલા મનીષ છેલાભાઈ તેના મોટર સાઈકલ પર કડબનો ભારો લઇ લીંબાળા ઘાર અવેડા પાસેથી પસાર થતા કડબનો ભારો અડી ગયેલ તે અનુસંધાને જુબેરે વાંકાનેર સીટી પોલીસમાં અરજી કરેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપી કાનો છેલાભાઈ કાટોડીયા અને મુન્નો છેલાભાઈ કાટોડીયા વાંકાનેરના લાલપર ગામ નજીકથી રિક્ષામાં નીકળતા આરોપી મુન્ના છેલ્લા કાટોડીયાએ ફરિયાદી ઈમ્તિયાઝને હાથમાં પહેરેલ કડું અથવા લાકડાનું બડીકુ જમણા ગાલ પર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઈમ્તિયાઝભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે

(1:07 am IST)
  • ભુજમાંથી ઝડપાયું ગૌવંશનું કતલખાનુ:સેજવાલા માતામ વિસ્તારમાં પડાયો દરોડો:પોલીસે ૧૦૦ કિલા માંસનો જથ્થો ઝડપ્યો: ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ:કતલખાના માટે વપરાયેલા સાધનો કબ્જે access_time 1:24 am IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોર્ટમાં બંને સાધિકાઓ જામીન અરજી પર સુનાવણી પૂર્ણઃ સાધિકાની જામીન અરજી પર ૧૩ ડિસે. ગ્રામ્ય સેશન્સ કોર્ટ શુક્રવારે ૩ વાગે ચુકાદો આપશે access_time 2:03 pm IST